UttarPradesh: કોંગ્રેસની મેરેથોન રેલીમાં નાસભાગ મચી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આ મેરોથોનમાં ભાગ લઈ રહી હતી, ત્યારે દોડતી વખતે કેટલીક વિદ્યાર્થીનીઓ પડી ગઈ હતી.

UttarPradesh: કોંગ્રેસની મેરેથોન રેલીમાં નાસભાગ મચી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
Stampede Like Scene At A Congress Marathon In UP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 1:24 PM

ઉત્તરપ્રદેશ (UttarPradesh)માં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીની હલચલ તેજ થઈ ચૂકી છે. ત્યારે ઉત્તર પ્રદેશના બરેલી (Bareilly)માં કોંગ્રેસ (Congress) દ્વારા આયોજિત કરવામાં આવેલી મેરોથનમાં નાસભાગ મચી હતી. આ દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ દબાઈ ગઈ હતી.

યુવતીઓના ચંપલ પણ રસ્તા પર વેરવિખેર પડ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા અને પૂર્વ મેયર સુપ્રિયા એરને (Supriya Aron) આ ઘટનાને રાજકીય ષડયંત્ર જણાવીને વાહિયાત નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે વૈષ્ણોદેવીમાં જ્યારે નાસભાગ મચી તો અહિંયા કેમ નહીં.

સુપ્રિયા એરને કહ્યું કે જ્યારે વૈષ્ણોદેવીમાં નાસભાગ મચી શકે છે. પછી આ છોકરીઓ છે, આ માનવ સ્વભાવ છે. પરંતુ આ માટે હું મીડિયાકર્મીઓની માફી માંગુ છું. કોંગ્રેસના વધતા સમર્થનના કારણે આવું ષડયંત્ર પણ થઈ શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

છોકરીઓને પહોંચી સામાન્ય ઈજા

મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આ મેરોથોનમાં ભાગ લઈ રહી હતી, ત્યારે દોડતી વખતે કેટલીક વિદ્યાર્થીનીઓ પડી ગઈ હતી. ત્યારબાદ ઘણી વિદ્યાર્થીનીઓ તેની સાથે ટકરાઈને તેના પર પડી ગઈ, તે પછી આયોજનકર્તા વિદ્યાર્થીનીની મદદથી છોકરીઓને ઉભી કરે છે. મળતી માહિતી મુજબ કેટલીક વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પણ થઈ છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપી રહ્યા છે. તેમને આ ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય છોકરીઓને સ્કૂટી, મોબાઈલ સહિત તમામ વાયદા કર્યા છે. તે રાજ્યના અલગ અલગ ભાગોમાં મહિલાઓ સુધી પહોંચવા માટે તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: અમેરિકામાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા, એક લાખથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: કોરોનાને કહેરને લઇને દિલ્લીમાં આખરે લાગશે વીકેન્ડ કરફ્યૂ ,શનિવાર-રવિવારે બંધ રહેશે સમગ્ર દિલ્લી

આ પણ વાંચો: Uttarakhand Election: 9 જાન્યુઆરી પછી પ્રિયંકા ગાંધીની રેલી, સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">