આસામમાં બોલ્યા રાહુલ, અમે બે અમારા બે સ્પષ્ટપણે સાંભળી લે, ક્યારેય લાગુ નહી થવા દઈએ CAA

કોંગ્રેસના ( Congress ) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) આસામમાં ( Aasam ) જાહેરસભા સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય આસામમાં CAA લાગુ થવા નહી દે. આ વાત અમે બે મારા બે સ્પષ્ટપણે સાંભળી લે.

આસામમાં બોલ્યા રાહુલ, અમે બે અમારા બે સ્પષ્ટપણે સાંભળી લે, ક્યારેય લાગુ નહી થવા દઈએ CAA
આસામમાં રાહુલ ગાંધી. પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Feb 14, 2021 | 4:23 PM

કોંગ્રેસના ( Congress ) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, (Rahul Gandhi ) આસામના ( Aasam ) શિવસાગરમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, દુનિયાની કોઈ પણ તાકાત, આસામને તોડી નહી શકે. અમે બે અમારા બે સ્પષ્ટ સાંભળી લે, અમે ક્યારેય CAA લાગુ નહી થવા દઈએ. કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ, એમ પણ કહ્યુ કે, જે કોઈ આસામ સમજુતીને તોડવા કે તેની સામે નફરત ફેલાવવાનું કામ કરશે તેને કોંગ્રેસ પાર્ટી અને આસામના નાગરીકો પાઠ ભણાવશે. કોંગ્રેસે આસામમાં લોકોને એક કર્યા છે. આ પહેલા એવુ ક્યારેય નહોતુ થતુ કે કોઈ વ્યક્તિ જાહેરસભા આવ્યો હોય તો કે હેમખેમ ઘરે પરત ફરી શકે કે નહી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આક્ષેપ પણ કર્યો કે કોરોનાકાળ દરમિયાન મોદીએ, લોકોને લૂટ્યા અને પોતાના બે મિત્રોનુ દેવુ માફ કર્યુ.

આસામના લોકોનો મુખ્ય મુદ્દો રોજગાર છે. આસામના યુવાઓ જાણે છે કે ભાજપ સરકારના શાસનમાં રોજગાર નહી મળે. નરેન્દ્ર મોદી ખેતીને ખતમ કરવા ત્રણ કાયદા લાવ્યા છે. અમે જો અહીયા સરકાર બનાવીશુ તો જે નફરત ફેલાવવામા આવી રહી છે તે બંધ થશે. ભારત સરકારે તરુણ ગોગાઈના પ્રદેશનું અપમાન કર્યુ છે. આસામની જનતામાં એ તાકાત છે કે, ગેરકાયદે ઘુસણખોરીનો મુદ્દો જાતે જ ઉકેલી શકે તેમ છે. ભાજપ અને આરએસએસ રોજ જે કરે છે તે મુજબ આસામ વહેચાઈ જશે તો ભારે નુકસાન થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">