Sovereign gold bond : ઓછી કિંમતે સોનામાં રોકાણ કરવાની અનેરી તક, જાણો સમગ્ર માહિતી

વિત્ત મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સૉવરન ગોલ્ડ બોન્ડ મેથી લઇને સપ્ટેમ્બર સુધી 6 ભાગમાં જાહેર કરવામાં આવશે.

Sovereign gold bond : ઓછી કિંમતે સોનામાં રોકાણ કરવાની અનેરી તક, જાણો સમગ્ર માહિતી
Symbolic Image
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 13, 2021 | 4:16 PM

જો તમે સસ્તા ભાવે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે ખાસ ઓફર લઇને આવી રહી છે. જેમાં તમે સસ્તા ભાવે સોનું ખરીદીને કોરાણ કરી શકો છો. વિત્તીય વર્ષ 2021-22 માટે સૉવરન ગોલ્ડ બોન્ડનું (Sovereign gold bond) વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યુ છે અને 21 તારીખે સ્કીમનો અંતિમ દિવસ હશે. આ યોજના હેઠળ 5 દિવસ સુધી તમે ઓછી કિંમતે સોનાની ખરીદી કરી શકો છો.

વિત્ત મંત્રાલયએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સૉવરન ગોલ્ડ બોન્ડ મેથી લઇને સપ્ટેમ્બર સુધી 6 ભાગમાં જાહેર કરવામાં આવશે. વિત્તીય વર્ષ 2021-22 માટેની પહેલી સીરીઝનું વેચાણ 17થી 21 મે દરમિયાન થશે અને 25 મે ના રોજ બોન્ડ જાહેર કરવામાં આવશે.

વર્ષ 2021-22 માટે 6 ભાગમાં બોન્ડ જાહેર કરવામાં આવશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
ભાગ તારીખ બોન્ડ જાહેર કરવાની તારીખ
Series 1 May 17 – 21, 2021 May 25, 2021
Series 2 May 24 – 28, 2021 June 01, 2021
Series 3 May 31 – June 04, 2021 June 08, 2021
Series 4 July 12 – 16, 2021 July 20, 2021
Series 5 August 09 – 13, 2021 August 17, 2021
Series 6 August 30 – September 03, 2021 August 30- September 03, 2021

– બોન્ડમાં રોકાણકાર એક ગ્રામના મ્લટીપ્લાઇમાં રોકાણ કરી શકે છે. તેમાં રોકાણની અવધી 8 વર્ષની છછે પરંતુ, પાંચ વર્ષ પછી યોજનમાંથી વ્યાજ ભરવાની તીથીમાંથી બહાર નિકળવાનો વિકલ્પ મળી રહે છે.

– ઓછામાં ઓછા 1 ગ્રામ સોનામાં રોકાણ કરવું અનિવાર્ય છે.

બોન્ડની કિંમત કેટલી હશે ?

નાણા મંત્રાલયે જણાવ્યું કે સોનાના બોન્ડના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (The India Bullion and Jewelers Association) તરફથી બહાર પાડવામાં આવેલા ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર રહેશે. આ ભાવ રોકાણના સમયગાળા અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસ દરમિયાન 99.9 શુદ્ધતાવાળા સોનાનો સરેરાશ ભાવ રહેશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.

કેટલુ રોકાણ કરી શકાય ?

આ બોન્ડ યોજના હેઠળ વ્યક્તિગત રોકાણકાર અને પરિવાર દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછુ એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા 20 કિલોગ્રામ સુધીના સોનામાં રોકાણ કરી શકે છે.

ક્યાંથી ખરીદી કરી શકો છો ?

બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. રોકાણ કરવા માટે તમે બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકો છો. તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ અથવા તો અમુક પોસ્ટ ઓફિસ અને એનએસઇ તેમજ બીએસઇ જેવા સ્ટોક એક્સચેન્જથી પણ તેની ખરીદી કરી શકો છો.

  • આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
  • લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
  • ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા ગેરેન્ટેડ છે.
  • રોકાણની કિંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
  • બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
  • 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
  • મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.

ગોલ્ડ બોન્ડમાં રોકાણકાર ફિઝિકલ રીતે સોનું ખરીદી શકશે નહીં. આ ડિજિટલ ગોલ્ડના આઘારે સુરક્ષિત છે. તેની પર 3 વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે. તેનો ઉપયોગ લોન માટે થઈ શકે છે. જો વાત રિડેપ્શનની કરાય તો પાંચ વર્ષ બાદ તેને ક્યારેય પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">