સોનિયા ગાંધીએ કર્ણાટકના મંદિરમાં કરી પૂજા-અર્ચના, આવતીકાલે ‘ભારત જોડો યાત્રા’માં જોડાશે

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસની ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે અહીંયા આવ્યા છે અને માંડ્યા જિલ્લામાં અન્ય મુસાફરોની સાથે તેમાં સામેલ થશે. દશેરા માટે બે દિવસના વિરામ બાદ ગુરૂવારે યાત્રા આગળ વધશે.

સોનિયા ગાંધીએ કર્ણાટકના મંદિરમાં કરી પૂજા-અર્ચના, આવતીકાલે 'ભારત જોડો યાત્રા'માં જોડાશે
Sonia gandhi
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 05, 2022 | 6:28 PM

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) બુધવારે કર્ણાટકના એચડી કોટે વિધાનસભા વિસ્તારના બેગુર ગામના ભીમાનાકોલ્લી મંદિરમાં દશેરાના તહેવારને લઈને પૂજા કરી. તેમને સવારે નાગરહોલ વન અભ્યારણ્યની પાસે ગામના જુના મંદિરમાં પ્રાર્થના કરી. આ દરમિયાન સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ નેતા અને ગ્રામ પંચાયતના સભ્ય અને સ્થાનિક ધારાસભ્ય અનિલ કુમાર સી પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસની ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે અહીંયા આવ્યા છે અને માંડ્યા જિલ્લામાં અન્ય મુસાફરોની સાથે તેમાં સામેલ થશે. દશેરા માટે બે દિવસના વિરામ બાદ ગુરૂવારે યાત્રા આગળ વધશે.

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) હાલમાં કર્ણાટકમાંથી પસાર થઈ રહી છે. રવિવારે રાહુલ ગાંધીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધી મૈસુરમાં ભારે વરસાદની વચ્ચે લોકોને સંબોધિત કરતા નજર આવી રહ્યા હતા. આ દરમિયાન તેમને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય દેશની વિરૂદ્ધ ફેલાવવામાં આવી રહેલી સામે ઉભા થવાનું છે. તેમને મુશળધાર વરસાદમાં હજારો લોકોની સામે સંબોધિન કર્યુ હતું.

કર્ણાટકના ઝંડા પર રાહુલ ગાંધીની તસ્વીર છપાઈ હતી

સોમવારે કર્ણાટકથી સમાચાર સામે આવ્યા હતા કે કર્ણાટકના ઝંડા પર રાહુલ ગાંધીની તસ્વીર છપાઈ છે. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં હંગામો મચી ગયો. આ કૃત્યથી ગુસ્સે થઈને કન્નડ તરફી એક સંગઠને ચેતવણી આપી હતી કે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકના ઝંડા પર રાહુલ ગાંધીની તસવીરનો ઉપયોગ ન કરવો જોઈએ. અનૌપચારિક રીતે, પીળી અને લાલ પટ્ટીને કર્ણાટકનો ધ્વજ માનવામાં આવે છે, જે કન્નડ અને કર્ણાટકનું પ્રતીક છે. રવિવારે મૈસૂરમાં પાર્ટીની પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીની તસવીરો સાથે કર્ણાટકના ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, જેની ટીકા થઈ હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati