ગોવાથી જઈ રહેલી ફ્લાઈટમાં અચાનક ધુમાડો ફેલાયો, હૈદરાબાદમાં કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Oct 13, 2022 | 1:34 PM

હૈદરાબાદ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ Q400 એરક્રાફ્ટ VT-SQBમાં 86 મુસાફરો હતા. તેના ઈમરજન્સી લેન્ડિંગ બાદ આ રૂટની 9 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડિંગ લગભગ 11 વાગ્યે કરવામાં આવ્યું હતું.

ગોવાથી જઈ રહેલી ફ્લાઈટમાં અચાનક ધુમાડો ફેલાયો, હૈદરાબાદમાં કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ
Smoke In Spicejet Flight

ગોવાથી (Goa) જઈ રહેલી સ્પાઈસ જેટની એક ફ્લાઈટનું બુધવારે રાત્રે હૈદરાબાદમાં (Hyderabad) ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ફ્લાઈટ તેના રૂટ પર જઈ રહી હતી ત્યારે કોકપીટ અને કેબિનમાં ધુમાડો દેખાયો હતો. ફ્લાઇટ વિલંબ કર્યા વિના હૈદરાબાદમાં લેન્ડ થઈ. આ સમગ્ર મામલાની માહિતી મળતા જ DGCA અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ડીજીસીએના અધિકારીઓએ આ માહિતી આપી છે. વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતરી ગયું અને લોકોને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા ડી-બોર્ડ કરવામાં આવ્યા.

હૈદરાબાદ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ Q400 એરક્રાફ્ટ VT-SQBમાં 86 મુસાફરો હતા. તેના ઈમરજન્સી લેન્ડિંગ બાદ આ રૂટની 9 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડિંગ લગભગ 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, જ્યારે ફ્લાઇટમાં ધુમાડો વધતો ગયો ત્યારે એક મુસાફરે તેની તસવીર લીધી અને તેને ટ્વિટર પર શેર કરીને પોતાનો અનુભવ શેર કર્યો. આ સિવાય 2 અન્ય વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં ઈમરજન્સી લેન્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સ્પાઈસ જેટમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. સ્પાઇસજેટ પણ આ દિવસોમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ કારણોસર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સ્પાઇસજેટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રેગ્યુલેટરે સ્પાઈસ જેટના માત્ર 50 ટકા એરક્રાફ્ટને ઉડાડવાની પરવાનગી આપી છે. આ 29 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ગુરુવારે, ડીજીસીએએ કહ્યું કે નિયમનકાર આ મામલાની તપાસ કરી રહ્યા છે અને ફ્લાઇટમાં ધુમાડો કેવી રીતે આવ્યો તે શોધવાના પ્રયાસો ચાલુ છે.

ધુમાડાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ

એરલાઈન્સ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 12 ઓક્ટોબરે સ્પાઈસ જેટ ક્યૂ400 એરક્રાફ્ટને કેબિનમાં ધુમાડો જોઈને સુરક્ષિત રીતે હૈદરાબાદમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. DGCAના એક અધિકારીએ જણાવ્યું હતું. કે ફ્લાઇટની કેબિન અને કોકપીટમાં ધુમાડો દેખાતો હોવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati