Triple Talaq Case: મુસ્લિમ મહિલા અધિનિયમ પાસ થયા બાદ અહીં ત્રિપલ તલાકના 50 કેસ નોંધાયા

હૈદરાબાદ (Hyderabad)  શહેરના ત્રણ પોલીસ કમિશનરે મુસ્લિમ મહિલા અધિનિયમ, 2019 અસતિત્વમાં (Protection of Rights on Marriage)આવ્યા પછી ત્રણ તલાકના (Triple Talaq) લગભગ 50 કેસ નોંધ્યા છે

Triple Talaq Case: મુસ્લિમ મહિલા અધિનિયમ પાસ થયા બાદ અહીં ત્રિપલ તલાકના 50 કેસ નોંધાયા
સાંકેતિક તસ્વીર

Triple Talaq Case:  હૈદરાબાદ (Hyderabad)  શહેરના ત્રણ પોલીસ કમિશનરે મુસ્લિમ મહિલા અધિનિયમ, 2019 અસતિત્વમાં (Protection of Rights on Marriage)આવ્યા પછી ત્રણ તલાકના (Triple Talaq) લગભગ 50 કેસ નોંધ્યા છે. હૈદરાબાદની હદમાં જ આમાંથી 40 કેસ નોંધાયા છે.   જ્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અથવા ટૂંક સમયમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે, મોટાભાગના કેસોમાં તપાસ બાકી છે. એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં  હૈદરાબાદ પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “હૈદરાબાદમાં ટ્રિપલ તલાકના કેસોની સંખ્યા હજુ ઓછી છે. પરંતુ તે શક્ય છે કે ઘણા બધી પીડિતો સામાજિક કલંક અને કાયદાની આસપાસના વિવાદને કારણે આગળ ન આવી રહ્યા હોય.

પોલીસનો સંપર્ક કરનારાઓમાં શબાના બેગમ (નામ બદલ્યું છે) નો સમાવેશ થાય છે, જેમણે 2015 માં સોમાલિયાના વતની અબ્દી વલી અહમદ સાથે લગ્ન કર્યા હતા.  તે સારા અને આરામદાયક જીવવના વચન સાથે લગ્ન બાદ તેના વર સાથે યુ.એસ.માં સ્થાયી થવાની હતી, પરંતુ તે થોડા મહિના પછી તે  તેને મૂકીને દેશ છોડીને જતો રહ્યો.

24 વર્ષીય મહિલાએ ડિસેમ્બર 2020 માં મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. તેણે કહ્યુ તે ઘણાં સમય સુધી તેનો પતિ ગાયબ રહ્યો પછી એક દિવસ તેણે તેના પિતાને ફોન કર્યો અને પુષ્ટી કરી કે શબાના છે કે નહિ તે બાદ ફોન સ્પીકર પર કરવાનુ કહ્યુ અને તેના પતિએ તેને ફોન પર ત્રણ વાર તલાક તલાક બોલીને તલાક આપ્યા. ત્યારથી તે તેના વિદેશી પતિ સામે કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

શબાનાએ કહ્યુ કે આ મામલાનુ  જ્યાં સુધી ઓફિશિયલી  સમાધાન ન થાય ત્યાં સુધી તેના માટે જીવનમાં આગળ વધવુ અશક્ય છે. તેનો કેસ પોલીસ તપાસ હેઠળ છે અને ચાર્જશીટ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી.જુલાઈ 2020 માં, એલબી નગર પોલીસમાં આરોપી અબ્દુલ સામી વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતમાં હજુ સુનાવણી હાથ ધરવાની બાકી છે.  સામીએ તેની પત્નીને ત્રિપલ તલાક સંભળાવ્યા હતા, પીડિતાએ તેની સામે અગાઉ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો

પાછળથી, તેણીએ ત્રિપલ તલાકની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી,  પીડિતા અને આરોપી બંનેની યોગ્ય તપાસ કરવામાં આવી. ગુનો સાબિત કરવા માટે પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે, જેની એલબી નગર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે.

આ થોડા સફળ કિસ્સાઓ છે, અન્ય કેટલાકને સાબિત કરવા પોલીસ માટે અઘરું કામ રહ્યું છે. પોલીસ અધિકારી પ્રમાણેજ્યારે આરોપી વિદેશમાં છુપાયેલો હોય ત્યારે બાબતો વધુ જટિલ બને છે. કાનૂની લડાઇઓ લાંબી છે, જેના કારણે ઘણી પીડિતો  ફરિયાદ નોંધાવવાથી દૂર રહે છે. આ મુદ્દા પર કામ કરનારા સામાજિક કાર્યકર પ્રમાણે નાણાકીય અવરોધો પણ ઘણીવાર તેમને પાછળ રાખે છે.

 

આ પણ વાંચોSuccess Story : માતાએ ગરીબીમાં સપનું જોયું, પુત્રએ માતાના 50માં જન્મદિવસે સપનું પૂરૂ કર્યું

આ પણ વાંચોViral Video : રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સને મળ્યા ,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati