Sidhu Musewala murder case : ગુજરાતના મુન્દ્રા પહોંચતા પહેલા 57 સ્થળોએ છુપાયા હતા ગાયક સિદ્ધુ મુસેવાલાના બે શાર્પ શૂટરો, જાણો શું થયા નવા ખુલાસા

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની(Sidhu Musewala murder case) તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.જેમાં ચાલક આરોપીઓ પોલીસ સહિતની એજન્સીઓને અંધારામા રાખવા માટે નવી નવી યુક્તિ અપનાવતા હતા. તેમજ પોલીસની પહોંચથી બચવા માટે તે સાયકલ અને બાઇક પર મુસાફરી કરતા હતા.

Sidhu Musewala murder case : ગુજરાતના મુન્દ્રા પહોંચતા પહેલા 57 સ્થળોએ છુપાયા હતા ગાયક સિદ્ધુ મુસેવાલાના બે શાર્પ શૂટરો, જાણો શું થયા નવા ખુલાસા
punjabi singer sidhu moose walaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 7:09 PM

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની(Sidhu Musewala murder case) તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. જેમાં આ હત્યાને(Murder)અંજામ આપ્યા બાદ આરોપીઓ ગુજરાતના(Gujarat) મુન્દ્રા પહોંચતા પહેલા 57 સ્થળોએ છુપાયા હોવાની વિગતો બહાર આવી છે. જેમાં પોલીસે આ હત્યાને અંજામ આપનારા આરોપીઓને કચ્છના મુન્દ્રાથી ઝડપ પાડ્યા હતા. જેમાં ચાલક આરોપીઓ પોલીસ સહિતની એજન્સીઓને અંધારામા રાખવા માટે નવી નવી યુક્તિ અપનાવતા હતા. જેમાં તે મુસાફરી માટે બસ કે કારનો ઉપયોગ કર્યો ન હતો. તેમજ પોલીસની પહોંચથી બચવા માટે તે સાયકલ અને બાઇક પર મુસાફરી કરતા હતા. જેમાં શાર્પશૂટર્સ ફૌજી અને કશિશે પોલીસને જણાવ્યું છે કે તેઓ પોલીસ સહિતની એજન્સીઓથી પહોંચથી દૂર રહેવા માટે મુન્દ્રા જવા માટે બસ-ટ્રેન અથવા કારનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. તેમજ ટ્રક, સાયકલ અને બાઇક દ્વારા મુસાફરી કરતા હતા. જેમાં મુન્દ્રા પહોંચતા પૂર્વે ગુજરાતમાં કેટલાક સ્થળોએ બળદ ગાડામાં મુસાફરી કરી હતી.

મુન્દ્રા પહોંચતા પહેલા 57 સ્થળોએ છુપાયા હતા.

પોલીસનું કહેવું છે કે પંજાબમાં ક્રાઈમ સ્પોટથી લગભગ 175 કિ.મી. દૂર ઉજ્જડ ખેતરમાં એક અલગ નાની ઝૂંપડી બનાવી હતી. આ ઘટના બાદ તેઓ નવ દિવસ સુધી આ નિર્જન વિસ્તારમાં રહ્યા હતા. તેમને ખાવા-પીવાનું પણ આપવામાં આવ્યું હતું. આ આરોપીઓને ખબર નહોતી કે તેમના માટે આ બધું કોણ કરી રહ્યું છે. તેમજ હત્યાને અંજામ આપવાના એક કલાક પૂર્વે હથિયાર અને કારતૂસ તેમને સોંપવામાં આવ્યા હતા. જેમાં શાર્પ શૂટર્સ મનપ્રીત મન્નુ અને જગરૂપ રૂપાએ પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં છુપાવવાનું પસંદ કર્યું હતું. જ્યારે ફૌજી, કશિશ, અંકિત સિરસા અને દીપક પંજાબમાંથી ભાગી ગયા અને મુન્દ્રા પહોંચતા પહેલા 57 સ્થળોએ છુપાયા હતા.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ખતરનાક શાર્પશુટરોને ઝડપી પાડ્યા હતા

ઉલ્લેખનીય છે કે, 19 જૂનના રોજ દિલ્હી પોલીસની વિશેષ ટીમે મુન્દ્રાના બારોઇમાં ખારી મીઠી રોડ પર સફળ ઓપરેશન હાથ ધરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના ખતરનાક શાર્પશુટરોને ઝડપી પાડ્યા હતા. તેમની ઓળખ કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઇલ્યાઝ ઉર્ફે ફૌજી અને કેશવકુમાર તરીકે થઈ હતી. આ આરોપીઓ અઠવાડિયા પહેલા અહીં આવ્યા હતા અને ભાડાના રૂમમાં રહેતા હતા. તેવો નકલી આધાર કાર્ડ દ્વારા મુન્દ્રાની હોટલમાં રોકાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મુન્દ્રામાં આરોપીઓને પકડવાના ઓપરેશનમાં સામેલ દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુજરાતમાંથી તેમના સહયોગીની મદદથી બનાવટી આધાર કાર્ડની વ્યવસ્થા કરી હતી. આ બનાવટી આધારકાર્ડની મદદથી મુન્દ્રા સહિત ઓછી ભીડવાળી સસ્તી હોટલોમાં રોકાયા હતા. તેઓ ક્યારેય હોટલમાં બે રાત રોકાયા નથી. પોલીસના ડરથી તે સતત હોટલો અને ઠેકાણા બદલી રહ્યો હતો. હત્યાને અંજામ આપવાના એક કલાક પહેલા આરોપીઓને હથિયાર અને દારૂગોળો આપવામાં આવ્યો હતો.

ટ્રક ક્લીનર-વેઇટરનું પણ  કામ કર્યું

પોલીસ એજન્સીઓને અંધારામાં રાખવા માટે આરોપીઓ માત્ર વાહન વ્યવહાર પ્રત્યે સતર્ક ન હતા પરંતુ ગેટ-અપ પણ બદલતા હતા. રોજ નવો ગેટ-અપ કરતા હતા. તેવો રેસ્ટોરન્ટમાં કામ કરતા, વેઈટર બનતા અને ટ્રક ક્લીનર તરીકે પણ કામ કરતા હતા. આ હત્યામાં સામેલ છ શાર્પશૂટરોમાંથી ચાર અંકિત સિરસા, દીપક, જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુ હજુ ફરાર છે. સિરસા દીપક ફૌજી અને કશિશ બોલેરોમાં હતા . આ હત્યાકાંડના દિવસે એ જ શાર્પશૂટરે મુસેવાલાની કારને પાછળથી ટક્કર મારી હતી. બીજી તરફ રૂપા અને મન્નુ ટોયોટા કોરોલા કારમાં હતા જેમણે સામેથી ફાયરિંગ કર્યું હતું.

કેનેડામાં ગોલ્ડી બ્રારના સંપર્કમાં હતો

દરેક શાર્પશૂટર કેનેડા સ્થિત ગોલ્ડી બ્રારના સંપર્કમાં હતો. તે ઈન્ટરનેટ અને ફોન દ્વારા દરેક સાથે વાત કરતો હતો. હત્યાને અંજામ આપવા માટે શાર્પશૂટરો માટે બેક-અપ વાહનો તૈયાર રાખવામાં આવ્યા હતા.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">