Sidhu Moosewala Case: ગેંગસ્ટર લોરેન્સ પટિયાલા કોર્ટમાં થયો હાજર, પંજાબ પોલીસની રિમાન્ડ અરજી પર ચુકાદો અનામત

પંજાબ પોલીસે કોર્ટમાં કહ્યું કે તેઓ સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) હત્યા કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે. લોરેન્સ બિશ્નોઈ તરફથી હાજર થયેલા એડવોકેટ વિશાલ ચોપરાએ પંજાબ પોલીસની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે પોલીસ રિમાન્ડમાં તેમની સુરક્ષા સામે ખતરો છે.

Sidhu Moosewala Case: ગેંગસ્ટર લોરેન્સ પટિયાલા કોર્ટમાં થયો હાજર, પંજાબ પોલીસની રિમાન્ડ અરજી પર ચુકાદો અનામત
Sidhu Moosewala and Gangster Lawrence BishnoiImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:45 PM

આર્મ્સ એક્ટ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Gangster Lawrence Bishnoi) રિમાન્ડ પૂરા થતાં પહેલા દિલ્હી પોલીસે મંગળવારે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં (Patiala House Court) રજૂ કર્યો હતો. પંજાબ પોલીસ પણ કોર્ટમાં હાજર હતી. પંજાબના એડવોકેટ જનરલે લોરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી પણ માંગી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે અમે આ મામલે પૂછપરછ કરી રહ્યા છીએ, અમને તે કેસમાં કંઈ ખાસ જાણવા મળ્યું નથી, તેથી અમને કસ્ટડીની જરૂર છે.

તે જ સમયે પંજાબ પોલીસે કોર્ટમાં કહ્યું કે તેઓ સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) હત્યા કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે. લોરેન્સ બિશ્નોઈ તરફથી હાજર થયેલા એડવોકેટ વિશાલ ચોપરાએ પંજાબ પોલીસની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે પોલીસ રિમાન્ડમાં તેમની સુરક્ષા સામે ખતરો છે. એડવોકેટ ચોપરાએ કહ્યું કે અમને આશંકા છે કે પંજાબમાં નકલી એન્કાઉન્ટરમાં લોરેન્સ બિશ્નોઈની હત્યા થઈ શકે છે. એડવોકેટ વિશાલ ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે હું વર્ચ્યુઅલ ઈન્ક્વાયરી અને તપાસનો વિરોધ કરતો નથી.

અમે ફક્ત પંજાબમાં તેના (લોરેન્સ બિશ્નોઈ) ફિઝિકલ ટ્રાન્ઝિટ રિમાન્ડનો વિરોધ કરી રહ્યા છીએ. એડવોકેટ વિશાલ ચોપરાએ કોર્ટ સમક્ષ કહ્યું કે પંજાબ પોલીસ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં જરૂર પડ્યે લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી શકે છે, જોકે પટિયાલા હાઉસ કોર્ટે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં લૉરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરતી પંજાબ પોલીસની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સિદ્ધુ મુસેવાલા પર 30થી 40 રાઉન્ડ ફાયરિંગ

તમને જણાવી દઈએ કે 29 મેના રોજ સાંજે લગભગ 4.15 કલાકે સિદ્ધુ મુસેવાલા પર તે સમયે હુમલો કરવામાં આવ્યો, જ્યારે તે પોતાના પિતરાઈ ભાઈ ગુરપ્રીત અને પાડોશી ગુરવિંદર સાથે થાર કારમાં માનસાના જવાહર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સિદ્ધુ સાથે તેની સુરક્ષા પણ ન હતી. લગભગ 7થી 8 બદમાશોએ સિદ્ધુ મુસેવાલાની કારને ઘેરી લીધી અને 30થી 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં સિદ્ધુ મુસેવાલાની ગંભીર હાલતમાં મોત નીપજ્યું, જ્યારે કારમાં બેઠેલા અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હત્યાકાંડની થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના એકાઉન્ટ પર આ હત્યાકાંડની જવાબદારી લેવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">