VIDEO : ઈંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછતા બાબા રામદેવ ભડક્યા, કહ્યું ‘ચુપ રહો, નહીંતર તમારા માટે સારું નહીં થાય’

રામદેવે લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં ઉમેર્યું કે,જો ઈંધણના ભાવ ઓછા છે,તો સરકારને ટેક્સ નહીં મળે, તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે ?

VIDEO : ઈંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછતા બાબા રામદેવ ભડક્યા, કહ્યું 'ચુપ રહો, નહીંતર તમારા માટે સારું નહીં થાય'
Baba ramdev Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 12:05 PM

Viral Video : તાજેતરમાં યોગા ગુરુ રામદેવ (Ramdev) એક પત્રકારને ધમકી આપતા જોવા મળ્યા હતા, જેમણે તેમને પેટ્રોલના વધતા ભાવ (Hike Fuel Price) અંગે પ્રશ્ન પુછ્યો હતો.મળતી માહિતી મુજબ હરિયાણાના (Hariyana) કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડરને પૂછ્યું કે લોકોએ એવી સરકાર (Central Government) પર વિચાર કરવો જોઈએ જે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લિટર અને રસોઈ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મેળવી શકે.

શું હું તમારો ઠેકેદાર છું ..?

જેના પર જવાબ આપતા રામદેવે કહ્યુ કે, ” આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારો ઠેકેદાર છું કે જેણે તમારા પ્રશ્નોના જવાબ આપતા રહેવાના છે ? “જ્યારે પત્રકારે ફરીથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે દેખીતી રીતે નારાજ રામદેવે પત્રકાર તરફ ઈશારો કરીને વળતો જવાબ આપ્યો, બસ ચૂપ રહો. જો તમે ફરીથી પૂછશો, તો તે તારા માટે સારૂ નહિ રહે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

જુઓ વીડિયો

સાથે જ રામદેવ બાબાએ લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે,જો ઇંધણના ભાવ ઓછા હશે, તો સરકારને ટેક્સ નહીં મળે.. તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે, પગાર કેવી રીતે ચૂકવશે અને રસ્તાઓ બનાવશે? હા, મોંઘવારી ઓછી થવી જોઈએ, હું સંમત છું… પરંતુ લોકોએ સખત મહેનત કરવી જોઈએ. હું પણ સવારે 4 વાગ્યે જાગી જાઉં છું અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરું છું. તમને જણાવી દઈએ કે,રામદેવની આસપાસ બેઠેલા લોકોએ પણ તાળીઓ પાડીને તેનુ સમર્થન કર્યું હતુ.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

1.દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર 2.મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર 3.ચેન્નઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર 4.કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">