શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનું સ્વાસ્થ્ય કથળ્યુ, લખનૌની મેદાંતા હોસ્પિટલમાં કરાશે દાખલ

અયોધ્યામાં રામ મંદિર વિવાદના સમયથી અત્યંત સક્રિય મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનું સ્વાસ્થ્ય કથળ્યુ, લખનૌની મેદાંતા હોસ્પિટલમાં કરાશે દાખલ
Mahant Nritya Gopal Das (File Photo)

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ayodhya Ram Janmabhoomi Trust) અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની (mahant nritya gopal das) તબિયત રવિવારે અચાનક બગડી ગઈ. આ પછી જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહંત નૃત્ય ગોપાલ દાસનું મેડિકલ ચેકઅપ કર્યું. મહંત નૃત્ય ગોપાલ દાસ (82) ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

અયોધ્યામાં રામ મંદિર વિવાદના સમયથી અત્યંત સક્રિય મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર રાજીવ કપૂર તેમની તપાસ માટે અયોધ્યા પહોંચ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને અયોધ્યાથી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત રવિવારે અચાનક લથડી હતી. આ પછી અયોધ્યા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે, મહંત નૃત્ય ગોપાલ દાસનું મેડિકલ ચેકઅપ કર્યું હતુ. જેમાં મહંત નૃત્ય ગોપાલ દાસ (82) ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું સામે આવ્યુ છે. મેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટર રાજીવ કપૂરના નેતૃત્વમાં લખનૌની મેદાંતા હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પણ અયોધ્યામાં છે. એવું માનવામાં આવે છે કે મહંત નૃત્ય ગોપાલ દાસના સ્વાસ્થ્ય ચેકઅપ બાદ તેને મેદાંતા હોસ્પિટલમાં ખસેડી શકાય છે. મહંત નૃત્ય ગોપાલ દાસ શ્વાસ લેવામાં તકલીફ સાથે ઉધરસ અને પેશાબના વધુ પડતા સ્રાવની ફરિયાદ કરે છે. મહંત નૃત્ય ગોપાલ દાસના ઓક્સિજન સ્તરમાં પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે.

મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના ચેપમાંથી સાજા થયા બાદ અયોધ્યા પહોંચ્યા હતા. તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન છે. અયોધ્યા રામજન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. નૃત્ય ગોપાલ દાસને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દાખલ કર્યા હતા.

આ પણ વાંચોઃ  Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

આ પણ વાંચોઃ ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ, મુખ્યપ્રધાને રાજયના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati