જેમને ફાંસી આપવામાં આવી હોય તેમની કબર જેલમાં હોવી જોઈએ ખરી ? હાઈકોર્ટમાં દાખલ કરાઈ રીટ
વિશ્વ વૈદિક સનાતન સંઘે વિવાદનો મધપૂડો છંછેડનારી એક એવી રીટ દિલ્હીની હાઈકોર્ટમાં દાખલ કરી છે. આ રીટમાં વિશ્વ વૈદિક સનાતન સંઘે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે, જેમને ફાંસી આપવામા આવી હોય તેમની કબર જેલમાં ના હોવી જોઈએ. જેલમાં કબર બનાવવી એ ગેરબંધારણીય છે.

હાઈકોર્ટમાં, વિશ્વ વૈદિક સનાતન સંઘે એક એવી રીટ પિટીશન દાખલ કરી દાદ માંગી છે કે, જેલમાં બનાવેલ કબર ગેરબંધારણીય છે. દિલ્હીની તિહાર જેલમાં ફાંસી અપાયેલ આતંકવાદી મકબુલ ભટ્ટ અને અફઝલ ગુરુની કબરો છે. આ બન્નેની કબરોને દૂર કરવા માટે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સાથોસાથ એવો પણ દાવો કરવામા આવ્યો છે કે, આ બન્ને કબરો ગેરકાયદેસર હોવા ઉપરાંત ભારતના બંધારણની વિરૂદ્ધ છે. આતંકવાદની મહિમાગાન કરતી છે. આથી આ બન્ને આતંકવાદીઓની કબરને જેલથી કોઈ અન્ય ખાનગી જગ્યાએ ખસેડવી જોઈએ.
મોહમ્મદ મકબુલ ભટ્ટ અને મોહમ્મદ અફઝલ ગુરૂની કબરો દિલ્હીની તિહાર જેલમાં આવેલી છે. હવે, આ કબરોને દૂર કરવા માટે જાહેર હિતની અરજી વિશ્વ વૈદિક સનાતન સંઘ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં, આતંકવાદ સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવેલા બંનેની કબરો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી વિશ્વ વૈદિક સનાતન સંઘ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અરજદારનો દાવો છે કે, જેલમાં આ કબરોનું બાંધકામ ગેરકાયદેસર હોવાની સાથેસાથે ગેરબંધારણીય અને જાહેર હિતની વિરુદ્ધ છે. અરજદારે એવી પણ માંગ કરી છે કે, કાયદા અનુસાર આ બન્નેની કબરોના અવશેષોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવે. કબર બનાવવાથી આતંકવાદનો મહિમાગાન થઈ રહ્યો છે અને જેલ પરિસરનો જે દુરૂપયોગ થઈ રહ્યો છે તે અટકશે.
અરજદારોએ કરી આ દલીલ
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કબરો દૂર કરવા માટે પણ દલીલ કરવામાં આવી છે. અરજીમાં જેલ અધિનિયમ, 1894, દિલ્હી જેલ મેન્યુઅલ, 2018, ડીએમસી એક્ટ અને દિલ્હી માસ્ટર પ્લાન-2021નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એવી પણ દલીલ કરાઈ છે કે કાનૂની જોગવાઈઓ અને નિયમોનુસાર જેલ પરિસરમાં ધાર્મિક માળખાં, મંદિરો અથવા કબરોના નિર્માણને મંજૂરી આપતા નથી.
આ મુજબ, હાઇકોર્ટ આદેશ આપે છે કે, ફાંસી પર લટકાવેલા કેદીઓને એવી રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવે કે જે તેમની મહિમા અટકાવે. સરકારી જેલનો ક્રમ જાળવી રાખશે.
અવશેષો ખાનગી સ્થળે સ્થાનાંતરિત કરવા જોઈએ
અરજદારે કોર્ટને અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટના અવશેષોને સુરક્ષિત અને ગુપ્ત સ્થાને સ્થાનાંતરિત કરવાની વિનંતી કરી છે. અરજદારે તેમની રીટમાં એવી દલીલ કરી હતી કે, આ ફક્ત કબરના અવશેષો સ્થાનાંતરિત કરવાનો મામલો નથી. વધુમાં, જેલ પરિસરમાં થતા દુરુપયોગને રોકવા માટે પણ જરૂરી છે.
અરજદારે જણાવ્યું હતું કે, આ કબરોની હાજરી ઘણા લોકો માટે તીર્થસ્થાન બની ગઈ છે. અરજીમાં જણાવાયું હતું કે, કેટલાક લોકો આ કબરોની પૂજા અર્ચના કરે છે, જે જાહેર વ્યવસ્થાને અસર કરે છે અને કાયદાની વિરુદ્ધ પણ છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો