100 કરોડ ડોઝ: કોંગ્રેસમાં ઘમાસાણ, શશિ થરૂરે સરકારને શ્રેય આપ્યો તો પવન ખેડાએ ગણાવ્યું અપમાન

ભારતે ગુરુવારે 100 કરોડ કોરોના ડોઝનો લક્ષ્ય હાસંલ કર્યો છે. એક મોટી ઉપલબ્ધી મેળવી છે. તેના પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે ટ્વીટ કર્યું કે આ તમામ ભારતીયો માટે ગર્વનો વિષય છે જેનો શ્રેય સરકારને આપવામાં આવવો જોઈએ.

100 કરોડ ડોઝ: કોંગ્રેસમાં ઘમાસાણ, શશિ થરૂરે સરકારને શ્રેય આપ્યો તો પવન ખેડાએ ગણાવ્યું અપમાન
Shashi Tharoor

ભારતે 100 કરોડ કોરોના વેક્સિન (Corona Vaccine) ડોઝની ઉપલબ્ધી હાસિલ કરી છે, ત્યારે સરકારના વખાણ થઈ રહ્યા છે. પરંતુ તેને લઈને કોંગ્રેસમાં અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં સાંસદ શશી થરૂરે(Shashi Tharoor) સરકારને તેનો શ્રેય આપ્યો છે તો બીજી તરફ પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ તેને સરકારની અવ્યવસ્થાનો શિકાર લોકોનું અપમાન ગણાવ્યું.

 

થરૂરે આપ્યો સરકારને શ્રેય

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ગુરૂવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવવા એક મોટી ઉપલબ્ધી છે અને તેનો શ્રેય સરકારને આપવો જોઈએ. પરંતુ પાર્ટી પ્રવક્તા પવન ખેડા(Pawan Kheda)એ તેને લઈ કેન્દ્ર સરકારને ઘેરી છે. તેઓએ 100 કરોડ વેક્સિનેશનની ઉપલબ્ધીની વાતને અવ્યવસ્થાનો શિકાર અને મૃત્યુ પામનાર લોકો તથા તેમના પરિવારનું અપમાન ગણાવ્યું છે.

 

ભારતે ગુરુવારે 100 કરોડ કોરોના ડોઝનો લક્ષ્ય હાસિલ કર્યો છે. એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેના પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે ટ્વીટ કર્યું કે, આ તમામ ભારતીયો માટે ગર્વનો વિષય છે જેનો શ્રેય સરકારને આપવામાં આવવો જોઈએ. તિરૂવનંતપુરમના લોકસભા સાંસદ થરૂરે કહ્યું કે, બીજી કોવિડ લહેરમાં ગંભીર અવ્યવસ્થા અને વેક્સિનેશનની નિષ્ફળતા બાદ સરકારે હવે આંશિક રૂપથી ખુદને સુધારી છે. સરકાર પોતાની અગાઉની નિષ્ફળતાઓ માટે હજુ પણ જવાબદાર છે.

 

ખેડાએ ગણાવ્યું પીડિતોનું અપમાન

થરૂરના ટ્વીટને ટેગ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ખેડાએ કહ્યું કે સરકારને શ્રેય આપવો એ લાખો પરિવારોનું અપમાન છે, જે મોટાપાયે કોવિડ અવ્યવસ્થા બાદના અસરો અને આડઅસરોથી પીડિત છે. શ્રેય માંગતા પહેલા વડાપ્રધાને એ પરિવારોની માફી માંગવી જોઈએ. તેનો શ્રેય વૈજ્ઞાનિકો અને તબીબોને જાય છે.

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: જાણો ડ્રગના કેસમાં જામીન મેળવવાના કેમ ખૂબ મુશ્કેલ હોય છે, જાણો એક્ટની તાકાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati