શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે.

શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?
શરદ પવાર - અમિત શાહ

એનસીપીએ કહ્યુ ભાજપ ફેલાવે છે અફવા, અમિત શાહે કહ્યું બધુ જાહેર ના કરાય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે. એક તરફ એનસીપી આ ગુપ્ત બેઠકના અહેવાલોને નકારી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આ ગુપ્ત બેઠક સામે સવાલ ઉભા કરી રહી છે. કોંગ્રેસના (CONGRESS) નેતાએ કહ્યુ છે કે, જો કોઈ મોટા નેતા, દેશના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરે તો તેમણે દેશને બતાવવું જોઈએ અને આ બાબતે જાણવાનો દેશની જનતાનો અધિકાર છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ( NCP ) સુપ્રિમો શરદ પવારે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ મુલાકાત બબાતે કોંગ્રેસના નેતા સંદિપ દિક્ષીતે ( SANDEEP DIXIT ) પુછ્યુ છે કે, જો કોઈ રાજકીય પક્ષના વરિષ્ઠ નેતા, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનને મળે તો દેશની જનતાનો એ અધિકાર છે કે મુલાકાત કયા મુદ્દે થઈ. મુલાકાતમાં શુ વાતચીત થઈ. કેમ મુલાકાત કરવાની જરૂર પડી. જો કે એનસીપી આ મુલાકાતના સમાચારને જ રદીયો આપી રહ્યુ છે.

એનસીપી (NCP)ના નેતા નવાબ મલિકે ( NAWAB MALIK ) ગુપ્ત મુલાકાત અંગે વહેતા થયેલા સમાચાર બાબતે કહ્યુ કે, ગુજરાતના એક અખબારમાં આ સમાચાર પ્રગટ થયા છે. કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી. પાછલા બે દિવસથી આ મુદ્દે ટવીટ દ્વારા અફવા ફેલાવાઈ રહી છે. આવી કોઈ મુલાકાત બન્ને નેતાઓ વચ્ચે થઈ નથી. ગુપ્ત મુલાકાત અંગેના સમાચાર ઉપર પૂર્ણ વિરામ મુકવા અંગે નવાબ મલિકે કહ્યું કે, ભાજપ આ મુદ્દે અફવા ફેલાવી રહ્યુ છે. શાહ પવાર વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જયપુરથી સીધા મુંબઈ આવ્યા હતા.

એનસીપીના બન્ને કદાવર નેતાઓ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ શુક્રવારે સાંજે અમદાવાદ પહોચ્યા હતા. ત્યાર બાદ બન્ને નેતાઓ ગાંધીનગર ગયા હતા. જ્યા એવુ કહેવાઈ રહ્યુ છે કે, ગાંધીનગરમાં પવાર અને પટેલ ગુપ્ત મુલાકાત કરી હતી. અમિત શાહ સાથે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે કરેલી મુલાકાત અંગેના સમાચારને ગતી ત્યારે મળી જ્યારે પત્રકારોએ આ ગુપ્ત બેઠક અંગે પુછતા અમિત શાહ એવુ કહ્યું કે, બધુ જાહેર ના કરાય. અમિત શાહના આ જવાબ બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati