દિલ્હીમાં શરદ પવારની પીએમ મોદી સાથે મુલાકાત, 20 મિનિટ ચાલેલી આ બેઠકનું કારણ હાલ અસ્પષ્ટ

એનસીપી પ્રમુખ શરદ પવારે આજે (6 એપ્રિલ, બુધવાર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી છે. આ બેઠક દિલ્હીમાં 20 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક સંસદના વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી. હાલ આ બેઠકનું કારણ સ્પષ્ટ નથી. શરદ પવાર સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે. અહીં તેઓ કારણ જાહેર કરી શકે છે.

દિલ્હીમાં શરદ પવારની પીએમ મોદી સાથે મુલાકાત, 20 મિનિટ ચાલેલી આ બેઠકનું કારણ હાલ અસ્પષ્ટ
NCP President Sharad Pawar & PM Modi
Image Credit source: Tv 9 Marathi
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Apr 06, 2022 | 4:51 PM

એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આર્થર રોડ જેલમાં છે. તેમના પર મની લોન્ડરિંગ અને 100 કરોડની વસૂલાતના મામલામાં ED અને CBIની તપાસ ચાલી રહી છે. આજે સીબીઆઈએ આર્થર રોડ જેલમાંથી 100 કરોડની વસૂલાતના સંદર્ભમાં અનિલ દેશમુખને પૂછપરછ માટે પોતાની કસ્ટડીમાં લીધા છે.

એનસીપીના અન્ય એક મોટા નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિક પણ જેલમાં છે. દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં શરદ પવારના પરિવાર સામે પણ EDની કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના પરિવાર સામે પણ EDની તપાસ ચાલી રહી છે. ગઈકાલે EDએ સંજય રાઉતની મિલકતો જપ્ત કરી હતી. તો શું આ તમામ કાર્યવાહી વચ્ચે શરદ પવાર ડેમેજ કંટ્રોલ માટે તો પીએમ મોદીને મળ્યા નથી? આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.
બીજી તરફ, રાજ્ય સરકાર પણ પોલીસ બળનો ઉપયોગ કરીને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવિણ દરેકર જેવા નેતાઓ સામે પગલાં લઈ રહી છે. આવી સ્થિતિમાં આ મુદ્દા પર બોલતા પ્રવીણ દરેકરે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને કહ્યું કે શરદ પવાર ડેમેજ કંટ્રોલમાં નિષ્ણાત છે. પરંતુ પીએમ મોદી તેમની વાતમાં આવવાના નથી. તેમણે જે પણ નિર્ણય લીધો છે, તેમાં પીછે હટ થશે નહીં.

આ પણ વાંચો : Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી,100 કરોડના વસૂલી કેસમાં અનિલ દેશમુખને CBIનું તેડુ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati