‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ કહેવતને સાર્થક કરતાં જનક પલટા, 90 હજાર મહિલાઓનો બની સહારો

"આ દુનિયા વિશ્વાસ વાળી હોવી જોઈએ, CCTV વાળી નહીં " આવુ મધ્યપ્રદેશના દીદી નામથી પ્રખ્યાત જનક પલટા  મગિલિગનનું (Janak Palta McGilligan) કહેવું છે. જેમણે પોતાનું આખું જીવન આદિવાસી મહિલાઓના સશક્તિકરણના નામે કરી નાખ્યું છે.

'માનવ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાર્થક કરતાં જનક પલટા, 90 હજાર મહિલાઓનો બની સહારો
Janak Palta McGilligan
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 11, 2021 | 6:37 PM

“આ દુનિયા વિશ્વાસ વાળી હોવી જોઈએ, CCTV વાળી નહીં ” આવુ મધ્યપ્રદેશના દીદી નામથી પ્રખ્યાત જનક પલટા  મગિલિગનનું (Janak Palta McGilligan) કહેવું છે. જેમણે પોતાનું આખું જીવન આદિવાસી મહિલાઓના સશક્તિકરણના નામે કરી નાખ્યું છે. જનક પેલટાએ તેની નોકરી, કારકિર્દી પણ આ મહિલાઓને સમર્પિત કરી દીધી છે અને તે 90 હજારથી વધુ લોકોના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે. પંજાબમાં જન્મેલા જનકે પહેલા ચંદીગઢમાં ઘણા સામાજિક કાર્યો કર્યા અને ત્યારબાદ મધ્યપ્રદેશના ઝાબુઆ અને ઈન્દોર જિલ્લામાં આદિવાસી મહિલાઓ માટે કામ કર્યું. ચાલો તો આજે આપણે આ દિદી વિશે જાણીએ, જેણે પોતાનો સ્વાર્થ અને મુશ્કેલીઓનો સામનો કર્યા વિના બધુ છોડી અને બીજા લોકો માટે જીવ્યા.

જનક પલટા મેગલિગનનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્ય અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી (એમ.એ.) કરી. પોલિટિકલ સાયન્સમાં એમફિલ કર્યું અને આદિવાસી અને ગ્રામીણ મહિલાઓની તાલીમ દ્વારા નવીનીકરણીય વિકાસમાં ડોક્ટરેટની ડિગ્રી (પીએચડી) પ્રાપ્ત કરી. જનક ઈન્દોર નજીક સનાવડિયા ગામમાં ‘જીમ્મી મેગલિગન સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે. તેમણે ઘણી છોકરીઓને ભણાવીને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને, ઘણી ઝુંબેશ ચલાવીને આદિવાસી લોકોનું જીવન બદલી નાખ્યું છે. તેમણે Tv9 સાથે તેમની આ સફર વિશે વાત કરી અને જણાવ્યું કે કઈ રીતે આ ઐતિહાસિક કાર્યને પાર પાડ્યું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કઈ રીતે મળી પ્રેરણા ?

જનક પલટા કહે છે, ‘હું વર્ષ 1964 માં ચંદીગઢમાં હતી અને તે સમયે મારી ઉંમર 15 વર્ષની હતી અને તે સમયે મેં હાઈ સ્કૂલ પાસ કરી હતી. તે પછી, હું એક દિવસ અચાનક બેહોશ થઈ ગઈ હતી અને મને ચંદિગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે મને એક વર્ષ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, કારણ કે તે સમયે Open heart Surgery નહોતી થતી હતી. જો કે, ભારતમાં પ્રથમ ઓપન હાર્ટ સર્જરી મારી જ થઈ હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે હું ફક્ત 6 મહિના જ જીવી શકું છું. તે સમયે, સરકારના હસ્તક્ષેપ પછી કેનેડાથી એક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને તેણે જ મને anesthesia આપ્યું હતું અને મારી સર્જરી કરી હતી.

ત્યારબાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તે ઈતિહાસ સર્જ્યો છે. આ દરમિયાન મેં આંખો ખોલતા પહેલા ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે તમે મને નવું જીવન આપ્યું છે અને હું તે આભાર માનવા માટે મારું સમગ્ર જીવન માનવ સેવામાં સમર્પિત કરીશ. તે પછી મેં વિચાર્યું હતું કે મારે એ કરવું છે, જેનાથી લોકોનું ભલું થાય. તે સમયે મારો આત્મા જાગૃત થયો જાણે કે જીવનનું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું. પછી હું ભગવાનનો આભાર કેવી રીતે માનીશ તે શોધમાં બહાર નીકળી. તે પછી મેં ધાર્મિક સ્થળોથી લઈ અન્ય ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો અને શોધતી રહી કે હું શું કરીશ તો લોકોની સેવા કરી શકું.

કઈ રીતે કરી શરૂઆત?

જનક કહે છે કે, ‘મને નવી જિંદગી મળ્યા પછી, મેં મારો અભ્યાસ અને નોકરી ચાલુ રાખી અને ધીમે ધીમે લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. તે સમય દરમિયાન કોઈ ઓપન હાર્ટ સર્જરી નહોતી થતી અને લોકો તેને કરાવવામાં ડરતા હતા. આવી પરિસ્થિતિમાં લોકોને ઓપરેશન કરાવવા માટે મનાવતા હતા, તેઓ હોસ્પિટલમાં જતા હતા અને કહેતા હતા કે, જુઓ, મેં પોતે પણ ઓપન હાર્ટ સર્જરી કરાવી છે અને હું એકદમ ઠીક છું. આ પછી લોકોએ સર્જરી કરાવવાનું શરૂ કર્યું. તે પછી, તેણે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, અંધ લોકોમાં જોડાયા અને મદદ કરી, ચંડીગઢમાં એક બજારમાં આગ લાગી, તે દરમિયાન તેમણે લોકો પાસેથી દાન વગેરે એકત્રિત કરીને તે લોકોને મદદ કરી. તમને જણાવી દઈએ કે જનકે ભારત સરકાર સાથે રિસર્ચ વર્ક પણ કર્યું છે.

અપનાવ્યો બહાઈ ધર્મ

જનક પલટા (Janak Palta McGilligan)એ કહ્યું, ‘જોકે, આ પછી પણ મને સમજાયું નહીં કે જીવનનો માર્ગ ક્યાં છે. ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધા પછી મને દિલ્હીના લોટસ ટેમ્પલમાં માર્ગ મળ્યો. તે પછી, મેં બહાઈ ધર્મ અપનાવ્યો. ‘તમને જણાવી દઈએ કે દિલ્હીના નહેરુ પ્લેસ પર સ્થિત લોટસ ટેમ્પલ એક બહાઈ પૂજા મંદિર છે, જ્યાં ન તો કોઈ મૂર્તિ છે કે ન તો કોઈ પ્રકારની પૂજા-પાઠ કરવામાં આવે છે. લોકો અહીં શાંતિનો અનુભવ કરવા જાય છે.

નોકરી છોડીને ઈન્દોરથી શરૂ કર્યું કામ

જો કે જનકે ચંદીગઢમાં ઘણાં સામાજિક કાર્યો કર્યા હતા, પરંતુ તેમણે ઈન્દોરમાં લોકોને મદદ કરવા માટે પોતાનું જીવન સંપૂર્ણ રીતે સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું, ‘હું પહેલા હિન્દુ-મુસ્લિમ રમખાણો પર સંશોધન કરવા માટે ઈન્દોર આવી હતી, પરંતુ પછીથી હું મારી નોકરી, કારકીર્દિ છોડીને ઈન્દોર આવી ગઈ.’અહીં, તેણે ઈંદોરમાં આદિવાસી છોકરીઓ માટે સંસ્થા ખોલી અને ભણાવવાનું શરૂ કર્યું. આ પછી અહીં સંસ્થાનું પોતાનું કોઈ મકાન ન હતું ત્યારબાદ ધીરે ધીરે તે બનાવવામાં આવ્યું અને સંસ્થા શરૂ થઈ. ‘જનક પલટાને બહાઈ સંસ્થા તરફથી 6 એકર જમીન આપવામાં આવી, જ્યાં તેણે તેની સંસ્થા શરૂ કરી. વળી,અહીં આવ્યા પછી, ઝાબુઆમાં પહેલીવાર લોકોને નારૂ રોગ વિશે જાગૃત કર્યા અને 23 કિમી ચાલીને લોકોને જાગૃત કર્યા. આ કાર્ય માટે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા સન્માન પણ આપવામાં આવ્યા હતા.

કેન્સર હોવા છતાં ચાલુ રાખી સેવા

આ પછી સંસ્થાને કારણે છોકરીઓએ ઓપન સ્કૂલ એકઝામ આપી. આ સંસ્થાએ 500 ગામોની 6,000 જેટલી છોકરીઓએ ઓપન સ્કૂલ એક્ઝામ આપી અને તે છોકરીઓએ પણ પોત પોતાના ગામ જઈને લોકોને શિક્ષિત કરવાનું કામ કર્યું. જનકે છોકરીઓ માટે ઘણા કર્યો કર્યા છે. કેન્સરગ્રસ્ત થયા પછી પણ તેમણે મહિલાઓને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું. તેણે અહીં લગભગ 25 વર્ષ છોકરીઓ માટે કામ કર્યું. આ પછી તેણે પતિ જેમ્સ આર.મગિલીગન સાથે મળીને ઈન્દોર નજીક એક નાની ટેકરી પર એક મકાન બનાવ્યું.

ગામડે આવી સૌર ઉર્જાને આપ્યું પ્રાધાન્ય

આ ગામમાં આવ્યા પછી જનક પલટાએ એક મકાન બનાવ્યું અને અહીંના પર્યાવરણ પર વિશેષ કામ કર્યું. અહીં તેમના ઘરમાં Wind Energy સિસ્ટમ છે અને તે વીજળી ઉત્પન્ન કરે છે અને નજીકના ઘણા ઘરોને પણ રાત્રે વીજળી આપવામાં આવે છે. જનક અહીં લગભગ બધું જ ઉગાડે છે અને ફક્ત તે જ ખાય છે. આ ઉપરાંત, તેઓએ સોલર રસોડું પણ બનાવ્યું છે અને ગામની મહિલાઓને સોલાર પોટ્સ આપ્યા છે, જેનાથી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ સોલાર કૂકરથી મહિલાઓને રોજગાર પણ મળ્યો છે અને અહીં આવ્યા પછી પણ તેઓએ 80 હજારથી વધુ લોકોને સશક્તિકરણ કરવાનું કાર્ય કર્યું છે.

જનક કહે છે કે તેના જીવનમાં તે સામાન્ય માણસો કરતાં હોય તેમ કોઈ કચરો કરતી નથી અને તે ડિસપોસએબલનો પણ ઉપયોગ પણ કરતી નથી. તે એવા કાર્યક્રમોમાં પણ ભાગ નથી લેતી જ્યાં ડીસ્પોસેબલનો ઉપયોગ કરવામાં આવે છે. તેણી પાસે 13 પ્રકારના સોલર કૂકર છે અને તે ફક્ત તેનો ઉપયોગ કરે છે. તે કહે છે કે હવે તેના એક સિલિન્ડર 2 વર્ષથી પણ વધુ ચાલે છે. જનક કહે છે કે બજારમાંથી ફક્ત મીઠું, ચા અને ગોળ જ ખરીદે છે. આ સાથે તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સંદર્ભે પણ મદદ કરી અને તેમણે ઈન્દોરમાં સ્વચ્છતા માટે પણ ઘણું કામ કર્યું છે.

દીદીના નામથી છે પ્રખ્યાત

હવે જનક આખા દેશમાં દીદી તરીકે ઓળખાય છે, કેમ કે તેને મેમ સાંભળવાનું પસંદ નહોતું અને દરેક જણ તેમને દીદી કહેતા. જેની સાથે તેમના લગ્ન થયા હતા તે બ્રિટિશર હતા અને તે પણ દીદી સાથે ભારતમાં જ કામ કરતાં હતા અને તેને લોકો જીજાજી કહેતા હતા અને તેમનું એક દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. દીદીને પદ્મશ્રીથી લઈને અનેક નાનામોટા ઍવોર્ડ મળી ચૂક્યા છે. ભારતમાં દીદીનું નામ અત્યારે માનભેર લેવાય રહ્યું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">