ઓમાનના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા, સંરક્ષણ સહયોગ વધારવાના માર્ગો પર કરી ચર્ચા

આ પહેલા સોમવારે સંરક્ષણ સચિવ અજય કુમારે ઓમાનના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ ડૉ. મોહમ્મદ બિન નાસર બિન અલી અલ જાબી સાથે વાતચીત કરી હતી

ઓમાનના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા, સંરક્ષણ સહયોગ વધારવાના માર્ગો પર કરી ચર્ચા
Secretary General of Oman's Defense Ministry meets Defense Minister Rajnath Singh in Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 11:19 PM

ઓમાન (Oman) ના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ ડૉ. મોહમ્મદ બિન નાસેર બિન અલી અલ ઝાબી (Dr Mohammed Bin Nasser Bin Ali Al Zaabi) એ મંગળવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) સાથે મુલાકાત કરી. તેઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે મહાસચિવ, ડૉ. મોહમ્મદ બિન નાસર બિન અલી અલ જાબીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ભારત-ઓમાન સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ (JMCC) ની 11મી બેઠક વિશે પણ માહિતી આપી હતી. આ પહેલા સોમવારે સંરક્ષણ સચિવ અજય કુમારે ઓમાનના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ ડૉ. મોહમ્મદ બિન નાસર બિન અલી અલ જાબી સાથે વાતચીત કરી હતી.

આ વાટાઘાટો દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધારવા પર કેન્દ્રિત હતી. આ વાટાઘાટો જોઈન્ટ મિલિટરી કોઓર્ડિનેશન કમિટી (JMCC)ના માળખા હેઠળ હાથ ધરવામાં આવી હતી. અલ જાબી હાલ ભારતના પ્રવાસે છે. અજય કુમારે ટ્વીટ કર્યું કે આજે 10મી JMCC મીટિંગ ઓમાનના સંરક્ષણ મહાસચિવ ડૉ. અલ જાબી અને તેની સાથે આવેલા પ્રતિનિધિમંડળ સાથે મૈત્રીપૂર્ણ અને સુખદ વાતાવરણમાં યોજાઈ હતી. એમ પણ કહ્યું કે અમે બંને દેશો વચ્ચે મજબૂત સંરક્ષણ સહયોગ માટેની યોજના પર કામ કર્યું છે. અલ જાબીએ વાયુસેનાના વડા વીઆર ચૌધરી (V R Chaudhry) સાથે બંને દેશોની વાયુસેના વચ્ચે સહકાર વધારવા અંગે ચર્ચા કરી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ભારતીય નૌકાદળ ઓમાનની રોયલ નેવીને ઘણા મોરચે સહકાર આપે છે

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારત અને ઓમાને જહાજની હિલચાલ પર માહિતીની આપલે કરવા અને દરિયાઈ સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય નૌકાદળ ઓમાનની રોયલ નેવીને તાલીમ સહિત અનેક મોરચે સહકાર આપે છે. બંને નૌકાદળ 1993થી દ્વિવાર્ષિક દરિયાઈ કવાયત ‘નસીમ અલ બહર’માં ભાગ લઈ રહી છે.

ડિસેમ્બરની શરૂઆતમાં, સંરક્ષણ સચિવ અજય કુમારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ને ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં બાંધકામના કામ અંગે મિત્ર દેશો સાથે તેની કુશળતા શેર કરવાનું સૂચન કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુમારે મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા અને સરહદી વિસ્તારોમાં રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવા માટે BROની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: ભારત-નેપાળ વચ્ચેના સંબંધો થશે મજબૂત, ધારચુલામાં મહાકાલી નદી પર બ્રિજ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

આ પણ વાંચો: Budget 2022: જ્વેલર્સને રાહત, પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, મિશ્રિત ઇંધણ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">