યુરોપ-અમેરિકામાં કોરોનાનો બીજો રાઉન્ડ, યુરોપના અનેક દેશોએ કોરોનાને અટકાવવા અપનાવ્યુ લોકડાઉન

યુરોપ અને અમેરિકામાં અનેક પ્રયાસો છતા, કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. કોરોના સંક્રમણના બીજા રાઉન્ડમાં માનવ મૃત્યુદર અટકાવવા માટે યુરોપના અનેક દેશોએ લોકડાઉન સહીતના પગલાઓ લીધા છે. રોમ, પેરીસ સહીતના કેટલાક દેશમાં રાત્રી દરમિયાન યોજોતા મનોરંજન કાર્યક્રમો સ્થગીત કરાવ્યા છે. બ્રિટેનના કેટલાક રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આવશ્યક સેવા સિવાયની […]

યુરોપ-અમેરિકામાં કોરોનાનો બીજો રાઉન્ડ, યુરોપના અનેક દેશોએ કોરોનાને અટકાવવા અપનાવ્યુ લોકડાઉન
Bipin Prajapati

|

Oct 25, 2020 | 4:43 PM

યુરોપ અને અમેરિકામાં અનેક પ્રયાસો છતા, કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. કોરોના સંક્રમણના બીજા રાઉન્ડમાં માનવ મૃત્યુદર અટકાવવા માટે યુરોપના અનેક દેશોએ લોકડાઉન સહીતના પગલાઓ લીધા છે. રોમ, પેરીસ સહીતના કેટલાક દેશમાં રાત્રી દરમિયાન યોજોતા મનોરંજન કાર્યક્રમો સ્થગીત કરાવ્યા છે. બ્રિટેનના કેટલાક રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ કરવાની અને લોકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ના નિકળવા તાકીદ કરવામાં આવી છે.

મિડીયા રીપોર્ટ અનુસાર, કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે અનેક પ્રયાસો કરવા છતા, અમેરિકામાં કોરોનાનું સંક્રમણ અટકતુ નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર શનિવારે અમેરિકામાં કોરોનાના 83 હજાર નવા કેસ નોંધાયા છે. તો ફ્રાંસમાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. બ્રિટેનના નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગત સપ્તાહમાં જ બ્રિટેનમાં એક દિવસમાં 26 હજારથી વધુ કેસ નોંધાયા બાદ, આટલી સંખ્યામાં કેસ નોંધાયાની ઘટના મોટી છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડાકિય વિગત મુજબ, અમેરિકામાં કોરોનાથી 2,23,995 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે 83 હજાર તો શનિવારે પણ એટલી જ સંખ્યામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જુલાઈના અંતમાં આ કેસની સંખ્યા ઘટીને 77 હજાર થઈ હતી.

આ પણ વાંચોઃકોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati