Schools Reopening : મહારાષ્ટ્રમાં 17 ઓગસ્ટથી શરુ થશે વધુ ફિઝિકલ વર્ગો, જાણો વિગતો

મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં 8 થી 12 ધોરણ માટે ફિઝિકલ વર્ગો પહેલેથી જ લેવામાં આવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં આઠમાંથી બારમા ધોરણ સુધીના વર્ગો ફરી શરૂ થઈ શકે છે.

Schools Reopening : મહારાષ્ટ્રમાં 17 ઓગસ્ટથી શરુ થશે વધુ ફિઝિકલ વર્ગો, જાણો વિગતો
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:12 AM

મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર 17 ઓગસ્ટથી શાળાઓમાં વધુ વર્ગો શરૂ કરી શકે છે, શરત માત્ર એટલી છે કે જે તે વિસ્તારમાં કોવિડ -19ના સંક્રમણનો દર ઓછો થાય. રાજ્ય સરકારે મંગળવારે રજૂ કરેલા આદેશમાં આ માહિતી આપી છે. વધુ વર્ગો ખોલવાનો નિર્ણય ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યો હતો. સરકારે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 7 માં ધોરણના વર્ગોનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 8 થી 12 માં ધોરણના વર્ગો મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં પહેલેથી જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં આઠમાથી બારમા ધોરણ સુધીના વર્ગો શરૂ થઈ શકે છે. એક સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 17 મી ઓગસ્ટથી ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 7 ના ફિઝિકલ વર્ગોને (Physical Classes) મંજૂરી આપવામાં આવશે.

મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં 8 થી 12 ધોરણ માટે ફિઝિકલ વર્ગો પહેલેથી જ લેવામાં આવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં આઠમાથી બારમા ધોરણ સુધીના વર્ગો ફરી શરૂ થઈ શકે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

નોંધનીય છે કે, કોવિડ -19 રોગચાળા પર રાજ્ય ટાસ્ક ફોર્સે શાળાઓ ઓફલાઇન ફરીથી ખોલવા વિરુદ્ધ સલાહ આપી છે. ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યું કે એવા પુરાવા છે કે શાળાઓ અને ધાર્મિક સ્થળો વાયરલ ચેપના ‘સુપર સ્પ્રેડર’ બની રહ્યા છે.

 સમિતિ દ્વારા લેવાશે નિર્ણય 

ફિઝિકલ વર્ગોને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય શહેરી વિસ્તારોમાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનર અને ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા લેવામાં આવશે. સમિતિના અન્ય સભ્યો વોર્ડ અધિકારી, તબીબી અધિકારી અને શિક્ષણ અધિકારી હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે વિસ્તારમાં શાળાઓ ફરી ખોલવાની છે ત્યાં છેલ્લા એક મહિનાથી કોવિડ -19 નો ફેલાવો ખૂબ ઓછો હોવો જોઈએ.

જિલ્લા કલેકટરે શિક્ષકો અને અન્ય શાળા સ્ટાફને કોવિડ -19 સામે રસીકરણની વ્યવસ્થા કરવી જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે ભીડથી બચવા માટે, વાલીઓને શાળા પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 15-20 હોઈ શકે છે, જે એકબીજાથી છ ફૂટના અંતરે બેસેલા હોય. મુખ્ય વિષયોના શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ અને જો કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તે શાળા બંધ અને સેનિટાઈઝ થવી જોઈએ.

આ પણ વાંચો :IIMC Admissions 2021: હવે IIMCમાં 15 ઓગસ્ટ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : IIT Admission Without JEE: તમે JEEની પરીક્ષા પાસ કર્યા વગર IITમાં એડમિશન લઈ શકો છો, ધોરણ 12 પાસ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">