કૌભાંડ: લો બોલો, સાંસદ અને તેમનો ધારાસભ્ય પુત્ર કિસાન સન્માન નિધિ યોજનાનો લે છે લાભ, અત્યાર સુધીમાં લઈ ચુક્યા છે 9 હપ્તા

SCAM: યુપીના સોનભદ્રના સાંસદ પકોડી કોલ, તેમની પત્ની અને ધારાસભ્ય પુત્ર રાહુલ કોલ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે. MP પકોડી કોલના પરિવારે અત્યાર સુધીમાં 9 હપ્તા મેળવ્યા છે.

કૌભાંડ: લો બોલો, સાંસદ અને તેમનો ધારાસભ્ય પુત્ર કિસાન સન્માન નિધિ યોજનાનો લે છે લાભ, અત્યાર સુધીમાં લઈ ચુક્યા છે 9 હપ્તા
સાંસદ પકૌડી કોલ (ફાઈલ ફોટો)
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 05, 2022 | 4:37 PM

એક તરફ સરકાર અયોગ્ય લોકો દ્વારા કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi) લેવાની તપાસ ચલાવી રહી છે ત્યારે યુપીના મિર્ઝાપુર (Mirzapur) જિલ્લામાં સાંસદ, સાંસદની પત્ની અને તેમના ધારાસભ્ય પુત્ર દ્વારા કિસાન સન્માન નિધિ લેવાનો મામલો સામે આવ્યો છે. અહીં સાંસદ (MP) અને સાંસદની પત્નીના ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. તે પણ એક નહીં 9 હપ્તા લઈ ચુક્યા છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ કરાવવાની વાત કરવામાં આવી રહી છે.

આ સાંસદ બીજું કોઈ નહીં પણ સોનભદ્રના સાંસદ પકૌડી કોલ અને તેમનો પરિવાર છે. સાંસદ પકૌડી કોલ અને તેમની પત્ની પન્ના દેવી દ્વારા કિસાન સન્માન નિધિ લેવામાં આવતી હતી. તો બીજી તરફ છાનબે બેઠક પરથી ધારાસભ્ય રાહુલ કોલનું આધાર અપડેટ ન હોવાને કારણે કિસાન સન્માન નિધિનો એકપણ હપ્તો તેમના ખાતામાં જમા થઈ શક્યો ન હતો. સાંસદ પાકૌડી કોલ અને તેમની પત્ની પન્ના દેવી અને તેમનો ધારાસભ્ય પુત્ર રાહુલ કોલ મિર્ઝાપુર જિલ્લાના મદિહાન તહસીલ તાલુકાના પટેહરા કલા ગામના રહેવાસી છે. સાંસદ પરિવારના આધારકાર્ડને 21 ઓગસ્ટ 2019ના રોજ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર લિંક કરવામાં આવ્યા હતા. અગાઉ કિસાન સન્માન નિધિ લાભાર્થીના ખાતામાં નાણાં મોકલવા માટે સરકાર દ્વારા એકાઉન્ટ મોડનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે તે આધારકાર્ડ દ્વારા કરવામાં આવે છે.

ધારાસભ્યનું આધાર અપડેટ ન હોવાને કારણે ન મળ્યો હપ્તો

પકોડી કોલ અને તેની પત્નીનું આધાર પોર્ટલ પર લિંક હોવાથી કિસાન સન્માન નિધિના નવ હપ્તા તેમના ખાતામાં મોકલવામાં આવ્યા છે, જ્યારે રાહુલ કૌલનું આધાર અપડેટ ન હોવાને કારણે તેમના ખાતામાં ભંડોળની રકમ ટ્રાન્સફર થઈ શકી ન હતી. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં જ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. નાયબ કૃષિ નિયામક અશોક ઉપાધ્યાયનું કહેવું છે કે સન્માન નિધિનો એક પણ રૂપિયો ધારાસભ્યના ખાતામાં ટ્રાન્સફર થયો નથી.

હાલ સાંસદ અને તેમની પત્નીના ખાતાની તપાસ કરવામાં આવી રહી છે, જો સન્માન નિધિની રકમ તેમના દ્વારા લેવામાં આવી હશે તો તેની વસૂલાત કરવામાં આવશે. તો બીજી તરફ જો આ સમગ્ર મામલે ધારાસભ્ય રાહુલ કોલનો પક્ષ જાણવા માટે તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વીચ ઓફ જોવા મળ્યો હતો અને સાંસદ પકૌડી કોલ મોનસુન સત્ર ચાલી રહ્યુ હોવાથી હાલ દિલ્હીમાં છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati