INX મીડિયા કેસ મામલે પી.ચિદમ્બરમને મળ્યા જામીન, તેમ છતાં રહેવું પડશે જેલમાં, જુઓ VIDEO

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. CBIના કેસમાં પી.ચિદમ્બરમને 1 લાખના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ જામીન પછી પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે, કારણ કે તે 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં છે.  20 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમની આગોતરા જામીનની અરજી રદ કરી હતી. તેની સાથે […]

INX મીડિયા કેસ મામલે પી.ચિદમ્બરમને મળ્યા જામીન, તેમ છતાં રહેવું પડશે જેલમાં, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 5:55 AM

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. CBIના કેસમાં પી.ચિદમ્બરમને 1 લાખના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ જામીન પછી પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે, કારણ કે તે 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં છે.

20 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમની આગોતરા જામીનની અરજી રદ કરી હતી. તેની સાથે જ CBIએ ચિદમ્બરમ માટે બિનજામીનપાત્ર વોરંટ કોર્ટમાંથી મળી ગયુ હતું. 21 ઓગસ્ટે CBIએ પી.ચિદમ્બરમની તેમના જોર બાગ સ્થિત નિવાસસ્થાન પરથી ધરપકડ કરી હતી. 22 ઓગસ્ટે CBIએ કોર્ટમાં તેમને હાજર કર્યા હતા. CBIએ કોર્ટમાંથી 5 દિવસની એજન્સી કસ્ટડી માગી હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

5 સપ્ટેમ્બરે સ્પેશિયલ કોર્ટે પી.ચિદમ્બરમને 14 દિવસ માટે CBIની કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા. 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમની જામીન અરજી રદ કરી. 15 ઓક્ટોબરે સ્પેશિયલ કોર્ટે EDને પરવાનગી આપી કે એજન્સી તિહાડ જેલમાં પી.ચિદમ્બરમ સાથે પૂછતાછ કરી શકે છે, સાથે જ જરૂર પડે તો કસ્ટડીમાં લઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

17 ઓક્ટોબરે કોર્ટે EDને પી.ચિદમ્બરમની કસ્ટડી રિમાન્ડ 24 ઓક્ટોબર સુધી આપ્યા. 18 ઓક્ટોબરે CBIએ ચાર્જશીટ તૈયાર કરી, જેમાં 13 અન્ય લોકોને INX મીડિયા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા. 21 ઓક્ટોબરે કોર્ટે ચાર્જશીટ સ્વીકાર કરી લીધી અને પી.ચિદમ્બરમને સમન મોકલ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">