SBI બેન્કે લીધો મહત્વનો નિર્ણય, કરોડો ગ્રાહકોને થશે મોટો ફાયદો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સનો ચાર્જ ખત્મ કરી દીધો છે. તેનો મતલબ એ થયો કે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ નહીં ચૂકવવો પડે. હવે બેન્કના ગ્રાહક એકાઉન્ટમાં પોતાની રીતે બેલેન્સ રાખી શકશે. બેન્ક તરફથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. SBI does […]

SBI બેન્કે લીધો મહત્વનો નિર્ણય, કરોડો ગ્રાહકોને થશે મોટો ફાયદો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:57 PM

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સનો ચાર્જ ખત્મ કરી દીધો છે. તેનો મતલબ એ થયો કે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ નહીં ચૂકવવો પડે. હવે બેન્કના ગ્રાહક એકાઉન્ટમાં પોતાની રીતે બેલેન્સ રાખી શકશે. બેન્ક તરફથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના મિનિમમ બેલેન્સ ચાર્જ વસૂલવાના નિર્ણયની આલોચના થઈ રહી હતી. બેન્કના આ નિર્ણયથી લગભગ 40 કરોડથી વધારે ખાતાધારકોને તેનો ફાયદો મળવાની આશા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલમાં શું ચાર્જ છે?

હાલમાં SBIની અલગ અલગ કેટેગરીના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ માટે ખાતામાં 1000 રૂપિયાથી લઈ 3000 રૂપિયા સુધી બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. મેટ્રો સિટીમાં રહેતા SBIના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ માટે 3000 રૂપિયા, સેમી અર્બન સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને 2000 રૂપિયા અને રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને 1000 રૂપિયા રાખવા પડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો તમે આ બેલેન્સ મેન્ટેન નથી કરતા તો બેન્ક તરફથી 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા સુધીની પેનેલ્ટી લેવામાં આવે છે. આ પેનેલ્ટીમાં ટેક્સ પણ જોડવામાં આવે છે. SBIના ચેરમેન રજનીશ કુમાર મુજબ નવી જાહેરાત પછી ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેમને કહ્યું કે મિનિમમ બેલેન્સ ચાર્જને ખત્મ કરવા બેન્કનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રાહકો માટે વધારે સુવિધાજનક અને સારા બેન્કિંગના અનુભવ માટે લેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલા SBIએ અલગ અલગ મેચ્યોરિટી સમયની FD અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડાની જાહેરાત કરી છે. બેન્કએ એક મહિનામાં બીજી વખત FD વ્યાજમાં ઘટાડો કર્યો છે. તેનાથી સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને નુકસાન થશે, જ્યારે MCLRમાં ઘટાડાથી નવી લોન લેનારા ગ્રાહકોએ રાહત મળશે.

આ પણ વાંચો:  રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ, કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">