સાવધાન! 70 લાખ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોનો ડેટા થયો લીક

સાવધાન! 70 લાખ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોનો ડેટા થયો લીક

ભારતના 70 લાખ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકો માટે એક ખરાબ સમાચાર છે. દરઅસલ 70 લાખ ભારતીય ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોનો ડેટા લીક થઈ ગયો છે. આ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોથી સંબંધીત સંવેદનશીલ ડેટા ડાર્કવેબના માધ્યમથી ઓનલાઈન સામે આવ્યો છે. આ ડેટામાં ફક્ત નામ જ નહીં પણ, મોબાઈલ નંબર, ઈન્કમ લેવલ, ઈમેલ એડ્રેસ, પાન નંબર પણ […]

Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 6:31 PM

ભારતના 70 લાખ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકો માટે એક ખરાબ સમાચાર છે. દરઅસલ 70 લાખ ભારતીય ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોનો ડેટા લીક થઈ ગયો છે. આ ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોથી સંબંધીત સંવેદનશીલ ડેટા ડાર્કવેબના માધ્યમથી ઓનલાઈન સામે આવ્યો છે. આ ડેટામાં ફક્ત નામ જ નહીં પણ, મોબાઈલ નંબર, ઈન્કમ લેવલ, ઈમેલ એડ્રેસ, પાન નંબર પણ સામેલ છે. જે ગૂગલ ડ્રાઈવ લીંકના માધ્યમથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ પણ છે. આ લીંક પબ્લીક એક્સેસના માધ્યમ માટે ખુલી છે અને કેટલાક દિવસોથી ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે.

Savdhan 70 lakh credit ane debit card dharako no data thayo leak

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાઈબર સિક્યોરીટી રિસર્ચરને મળેલી લીંક ગેઝેટ્સ 360ના રિપોર્ટ અનુસાર એક સાઈબર સિક્યોરીટી રિસર્ચરને આ મહિનાની શરૂઆતમાં ડાર્ક વેબથી આ ગૂગલ ડ્રાઈવ લીંક મળી છે. જે “ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ ડેટા” ટાઈટલથી સર્કયુલેશનમાં હતી. આ લીંકમાં 59 એક્સેલ ફાઈલ છે. જેમાં પુરા નામ, મોબાઈલ નંબર, શહેર, ઈન્કમ લેવલ આધારકાર્ડધારકોના ઈમેલ એડ્રેસ સામેલ હતાં. તે સિવાય પાનકાર્ડ નંબર, એમ્પલોયમેન્ટ ડિટેઈલ અને પ્રભાવીત ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોના બેંકખાતાના પ્રકાર પણ લખેલા છે. જો કે, લીક થયેલા આંકડાઓમાં બેંકખાતા અને કાર્ડ નંબર સામેલ નથી.

રિસર્ચરના ડેટા પણ સામેલ

તમને જાણીને હેરાનગી થશે પણ જે રિસર્ચરને આ લીંક મળી તેના અંગત ડેટા પણ તેમાં સામેલ હતાં. તેમણે એક્સેલ ફાઈલોમાં લીસ્ટેડ કેટલાક નામોની લિંક્ડઈન પર જઈને તપાસ કરી અને કોલર આઈડી એપ ટ્રુ કોલર પર ફક્ત નંબર નાંખીને પણ તપાસ કરી. જો કે આ ડેટામાં તેમના બેંકોના કોઈ ડેટાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી જે કાર્ડધારકોના ડેટા લીક થયાં છે પણ તેમાં અધિકાંશ કાર્ડધારકોની પહેલી સ્વાઈપ એમાઉન્ટ સામેલ છે. કાર્ડધારકોએ તેના મોબાઈલ પર એલર્ટ ચાલુ રાખ્યું છે કે નહીં તે ડિટેઈલ પણ આ લીક ડેટામાં સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

થર્ડ પાર્ટીથી જોડાયેલો હોઈ શકે છે ડેટા

જે રિસર્ચરને આ ડેટા મળ્યો છે તેનું કહેવું છે કે ડેટા કોઈ થર્ડપાર્ટીથી જોડાયેલો પણ હોઈ શકે છે, જે બેંકીંગ સેવા આપતા હોય છે. એ સ્પષટ નથી કે ક્યાં સમયનો ડેટા લીક થયો છે. જો કે, તેમાં વધુ 2010થી 2019 વચ્ચેના સમયની ડિટેઇલ્સ સામેલ હોવાની સંભાવના છે. કેટલાક મામલાઓમાં કાર્ડધારકોની 2004 સુધીની જાણકારી પણ સામેલ છે. આ ડેટા ફાઈનાન્શીયલ પ્રોડકટથી સંબંધીત છે અને વધુ પ્રોફેશનલ્સ છે. જેના માટે તેને બહુ મોટી ગરબડ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એક કારે અકસ્માત સર્જતા અનેક વાહનો ચડ્યા અડફેટે, જુઓ VIDEO

પીએમ મોદીનો પણ ડેટા થઈ ચૂક્યો છે લીક

આ પહેલીવાર નથી કે ભારતમાં મોટી સંખ્યામાં સંવેદનશીલ જાણકારી ઓનલાઈન ઉજાગર થઈ હોય. ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાનગી વેબસાઈટનો ડેટા પણ ડાર્ક વેબ પર સામે આવ્યો હતો. ડેટ લીકમાં કથિત રીતે લાખો વ્યકિતઓના નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર સામેલ હતાં. ગયાં વર્ષે 13 મિલિયનથી પણ વધુ ભારતીય બેંકિંગ ગ્રાહકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને સાઈબર અપરાધીઓએ ડાર્ક વેબ પર વેચાણ માટે મુકી દીધા હતાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati