સંયૂક્ત કિસાન મોર્ચાએ રદ કરી 26 ઓક્ટોબરે યોજાનારી મહાપંચાયત, સિંઘુ બોર્ડર કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જ્જ પાસે કરાવવાની માંગ

દલિત મજૂર લખબીર સિંહનો મૃતદેહ શુક્રવારે દિલ્હી-હરિયાણા સરહદ પર બેરીકેડ સાથે બંધ મળી આવ્યો હતો, જ્યાં વિરોધીઓ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં પડાવ નાખેલા છે. સિંઘનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના ઘાના નિશાન હતા.

સંયૂક્ત કિસાન મોર્ચાએ રદ કરી 26 ઓક્ટોબરે યોજાનારી મહાપંચાયત, સિંઘુ બોર્ડર કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જ્જ પાસે કરાવવાની માંગ

સંયૂક્ત કિસાન મોર્ચા (Samyukta Kisan Morcha)એ લખનઉંમાં 26 ઓક્ટોબરે યોજાનારી કિસાન મહાપંચાયત રદ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખેતીની સિઝન અને ખરાબ વાતાવરણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી કિસાન મહાપંચાયયત 22 નવેમ્બરે થશે. તેની સાથે જ સંયૂક્ત કિસાન મોર્ચાએ સિંઘુ બોર્ડર પર નિહાંગો તરફથી 15 ઓક્ટોબરે કરવામાં આવેલી ક્રુર હત્યા મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જ્જ પાસે કરવાની માંગ કરી છે.

હત્યામાં સામેલ સમૂહના નિહાંગો શીખ લીડર પાસે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર અને રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીની મુલાકાતને લઈ વાયરલ તસ્વીરોને આધાર બનાવી સંયૂક્ત કિસાન મોર્ચાએ આ બંનેના રાજીનામાંની પણ માંગ કરી છે.

આ છે સમગ્ર ઘટના

દલિત મજૂર લખબીર સિંહનો મૃતદેહ શુક્રવારે દિલ્હી-હરિયાણા સરહદ પર બેરીકેડ સાથે બંધ મળી આવ્યો હતો, જ્યાં વિરોધીઓ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં પડાવ નાખેલા છે. સિંઘનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના ઘાના નિશાન હતા.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં ઘણા નિહાંગોઘાયલ વ્યક્તિની આસપાસ ઉભા જોવા મળ્યા. તેઓ સિંહ પર પવિત્ર ગ્રંથની અપવિત્રતાનો આરોપ લગાવી રહ્યા હતા. મૃતક પરિવારે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી હતી. . તેમના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે સિંઘના વતન ગામ પંજાબના તરન તારનમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યા હતા.

 

સરબજીત સિંહ લખબીર સિંહની હત્યાના સંબંધમાં પકડાયેલા પ્રથમ વ્યક્તિ હતા. તેને શનિવારે સોનીપતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

 

પોલીસ મુજબ તેના થોડા કલાક બાદ નારાયણ સિંહની અમૃતસર ગ્રામીણ પોલીસે અમૃતસર જિલ્લાના અમરકોટ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને રવિવારે સવારે હરિયાણા પોલીસ સોનીપત લઈને આવી. ત્યારે લખબીર સિંહની હત્યા મામલે સરન્ડર કરી ચૂકેલા 4 નિહાંગોએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમના સિવાય વધુ 3 નિહાંગો આરોપી છે. હવે પોલીસ આ આરોપીઓને શોધી રહી છે.

 

આ પણ વાંચો: સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચરી માતા બનાવી, કોર્ટે ફટકારી આકરી સજા, જાણો સમગ્ર મામલો

 

આા પણ વાંચો: Jammu-Kashmir : શ્રીનગરના ચાનપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Click on your DTH Provider to Add TV9 Gujarati