સામાજીક કાર્યકર્તાનું અસામાજીક કામ, જાણો પોતાનાં જ બાળકો પાસે શું કરાવ્યું? પહોચી ગઈ પોલીસ સ્ટેશન

વિવાદોમાં રહેતી આવેલી સામાજીક કાર્યકર્તા રેહાના ફાતીમાના એક પેઈન્ટીંગે વિવાદ સર્જી દીધો છે. રેહાનાએ પોતાના અર્ધનગ્ન શરીર પર પેઈન્ટીંગ કરાવવા માટે તેના જ સગીર બાળકોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ વિડિયો પાછો તેણે સોશ્યલ મિડિયા પર પણ શેર કર્યો હતો જેના પછી પોલીસે તેની સામે ગુનો નોંધી લીધો હતો. જણાવવું રહ્યું કે […]

સામાજીક કાર્યકર્તાનું અસામાજીક કામ, જાણો પોતાનાં જ બાળકો પાસે શું કરાવ્યું? પહોચી ગઈ પોલીસ સ્ટેશન
http://tv9gujarati.in/samajik-kaarykar…karavyu-shu-kaam/
Follow Us:
| Updated on: Jun 26, 2020 | 10:15 AM

વિવાદોમાં રહેતી આવેલી સામાજીક કાર્યકર્તા રેહાના ફાતીમાના એક પેઈન્ટીંગે વિવાદ સર્જી દીધો છે. રેહાનાએ પોતાના અર્ધનગ્ન શરીર પર પેઈન્ટીંગ કરાવવા માટે તેના જ સગીર બાળકોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ વિડિયો પાછો તેણે સોશ્યલ મિડિયા પર પણ શેર કર્યો હતો જેના પછી પોલીસે તેની સામે ગુનો નોંધી લીધો હતો. જણાવવું રહ્યું કે 2018નાં વર્ષમાં સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાનાં મંદિરમાં પણ તેણે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપનાં નેતા અને ઓબીસી મોર્ચાનાં નેતા અરૂણ પ્રકાશને મળેલી ફરીયાદનાં આધારે ઈન્ફરમેશન ટેકનોલોજી અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દીધો છે.

rehana fathima

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાતિમાએ બોડી અને રાજનીતિનાં ટાઈટલ તળે આ તસવીર પોસ્ટ કરી છે જે બાદમાં વાયરલ થઈ ગઈ હતી. આ વચ્ચે બાળ અધિકાર સંરક્ષણ મુદ્દા પર કેરળનાં રાજ્ય કમિશનરે જિલ્લા પોલીસ પાસે દશ દિવસમાં આ ઘટના પર તપાસનો રીપોર્ટ માગ્યો છે. રિહાના ફાતીમાએ પોસ્ટ કરેલા વિડિયોમાં તે ટોપલેસ થઈ ગઈ છે અને તેના છોકરાઓ તેના શરીર પર પેઈન્ટીંગ કરી રહ્યા છે. ફેસબુક અને યુ-ટ્યુબ પર વિડિયોને પોસ્ટ કરતા તેણે લખ્યું છે કે આંખમાં સંક્રમણ દરમિયાન આરામ કરી રહી હતી તે સમયે બાળકોએ તેના શરીર પર પેઈન્ટીંગ કર્યું. આ પહેલા પણ તેણે વિવાદસ્પદ ફોટા મુકી ચુકી છે કે જેના માટે તે 18 દિવસ જેલમાં પણ જઈ આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">