IAS અધિકારીઓને સદગુરૂએ ગણાવ્યા ‘Spine Of The Nation’, ગંભીર સવાલોના આપ્યા રસપ્રદ જવાબ

ભારતીય સિવિલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એસોસિએશન સાથે પોતાની 90 મિનિટની રસપ્રદ વાતચીતમાં ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂએ સારી વ્યવસ્થા અને પ્રભાવશીલતામાં સુધારો કરવા માટે વહીવટકર્તાઓ વચ્ચે વિશ્વાસ રાખવા માટે અધિકારીઓને આહ્વાન કર્યુ. તેમને કહ્યું કે પોતાના 25-30 વર્ષના કરિયરમાં નેતાઓથી સારી ભૂમિકા નિભાવીને પોતાના રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકે છે. સદગૂરૂએ અધિકારીઓને ‘Spine Of The Nation’ જણાવતા કહ્યું […]

IAS અધિકારીઓને સદગુરૂએ ગણાવ્યા 'Spine Of The Nation', ગંભીર સવાલોના આપ્યા રસપ્રદ જવાબ
Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 5:52 PM

ભારતીય સિવિલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એસોસિએશન સાથે પોતાની 90 મિનિટની રસપ્રદ વાતચીતમાં ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂએ સારી વ્યવસ્થા અને પ્રભાવશીલતામાં સુધારો કરવા માટે વહીવટકર્તાઓ વચ્ચે વિશ્વાસ રાખવા માટે અધિકારીઓને આહ્વાન કર્યુ. તેમને કહ્યું કે પોતાના 25-30 વર્ષના કરિયરમાં નેતાઓથી સારી ભૂમિકા નિભાવીને પોતાના રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકે છે. સદગૂરૂએ અધિકારીઓને ‘Spine Of The Nation’ જણાવતા કહ્યું કે આ કઠોર સમયમાં નવી પેઢીના IAS અધિકારીઓને પ્રેરિત કરવાની જરૂરિયાત છે. કારણ કે આગામી 5 વર્ષમાં જે આપણે કરીશું, તેનો પ્રભાવ આવનારી સદી પર પડશે.

Sadhguru Interacts With Top IAS Officers, IAS अफसरों को सदगुरु ने बताया ‘देश की रीढ़’, गंभीर सवालों के दिए दिलचस्प जवाब

ડૉ.સંજીવ ચોપડાએ સદગરૂનો પરિચય આપ્યો અને સત્રનું સંચાલન કર્યુ. તેમને સત્ર દરમિયાન કહ્યું કે એસોસિએશન સૌથી જુની સિવિલ સેવા સંગઠનોમાંથી એક છે. તેમને સત્રના શરૂઆતમાં સદગૂરૂને પૂછ્યુ કે અધિકારી IASની સેવાનું આદર્શ વાક્ય “योग: कर्मसु कौशलम”ને કેવી રીતે અપનાવી શકે છે. સદગૂરૂએ જવાબમાં કહ્યું કે યોગ શબ્દનો અર્થ છે સંઘ, જો તમે પોતાના વ્યક્તિગત સ્વભાવને ખુબ ગંભીરતાથી લેતા નથી તો તમે સ્વાભાવિક રીતે યોગમાં છો. સંઘ ત્યારે જ શક્ય છે જ્યારે તમે પ્રકૃતિમાં જોડાશો. જો તમે પ્રકૃતિમાં પૂર્ણ રૂપથી જોડાયેલા છો અને પછી તમે કાર્ય કરો છો તો તમે સૌથી સારૂ કામ કરી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સામંતવાદ માટેની મૂળ રચના જાતિ પદ્ધતિ છે

રાજેશ લખોની અને જે.એમ.બાલામુરૂગને નિર્ણય લેવાની દુવિધાઓ પર સદગૂરૂને પ્રકાશ પાડવાની માગ કરી. સાથે જ કાયદાને જાળવી રાખવા માનવીય દષ્ટિકોણ, અસ્પષ્ટ કાયદાઓથી નિપટવા જે પ્રભાવને કમજોર કરે છે તેને સમજાવવા માટે કહ્યું. ત્યારે સદગૂરૂએ કહ્યું કે સામંતવાદ માટેની મૂળ રચના જાતિ પદ્ધતિ છે, ગ્રામીણ ભારતમાં લોકો જાતિ વ્યવસ્થાનો ભાગ છે. કારણ કે આ તેમને સામાજીક સુરક્ષા આપે છે. જ્યાં સુધી દેશમાં સાર્વભૌમિક સામાજિક સુરક્ષાને સંસ્થાગત નહીં કરવામાં આવે, ત્યાં સુધી ભવિષ્યમાં જાતિ વ્યવસ્થાને ફીકી પડવાની સંભાવના નથી.

તમે માત્ર કાયદાનું પાલન કરાવનારા છો.

સદગૂરૂએ કહ્યું કે સિવિલ એડમિનિસ્ટ્રેટર તરીકે તમે માત્ર કાયદાનું પાલન કરાવનારા છો. તમારી માનવતા અલગ વસ્તુ છે પણ પોતાની માનવતાને માત્ર કાયદામાં જ લાવી શકો છો. જો કાયદો કમજોર હોય છે તો આપણી પાસે કોઈ સંરચના નહીં હોય. તેમને અસ્પષ્ટ, જુના કાયદાઓને બદલવા માટે આહ્વાન કરતાં કહ્યું કે અંગ્રેજોએ પોતાને સફળ કરવા માટે કાયદા બનાવ્યા. કાયદા લોકો માટે નહીં પણ લોકોને નિયંત્રિત કરવા માટે પ્રશાસકો માટે બનાવવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને સામાન્ય રીતે સરકારી કચેરીઓ અને કાયદાકીય પ્રણાલીઓ સાથે જોડાવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. કારણ કે વચ્ચે એજન્ટોના કારણે ભ્રષ્ટાચાર અને ઉદાસીનતા ઉભી થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આપણે સંસ્કૃતિને સંપૂર્ણ ઉંડાણથી જોઈ છે

સદગુરૂએ આપણી પ્રાચીન અને સમૃદ્ધ વિરાસતને સ્વીકાર કરવા પ્રત્યે દેશની મહત્વકાંક્ષા વિશે વિસ્તારથી વાત કરી. તેમને કહ્યું કે 800-900 વર્ષોના ક્રુર આક્રમણો અને અંગ્રેજોના લગભગ 250 વર્ષોના રાજ પછી પણ જીવીત રહી છે. તેમને કહ્યું કે કોઈ પણ સંસ્કૃતિએ માનવતંત્રને તેના સંપૂર્ણ ઉંડાણની સાથે જોઈ છે તો આપણે જોઈ છે. આ ગ્રહ પર એક જ સમસ્યા છે – તે મનુષ્ય છે. આનો એકમાત્ર ઉપાય એ છે કે મનુષ્યને બીજા કાર્ય અને અનુભવના સ્તર સુધી વધારવામાં આવે. જો મનુષ્ય સારૂ વિચારે, અનુભવે અને પછી અલગ રીતે કામ કરે તો તે સૌથી મોટું સમાધાન બની જશે. હાલમાં મનુષ્યના વિચાર, અનુભવ કરવા અને અભિનય કરવાની રીત એક મોટી સમસ્યા છે.

પોતાને બદલ્યા વિના સમાજ કે દુનિયાને બદલી શકાતી નથી

સદગૂરૂએ કહ્યું કે મનુષ્ય વગર સમાજ, રાષ્ટ્ર અને દુનિયાને બદલવી માત્ર શબ્દ છે. તેમને કહ્યું કે વ્યક્તિગત પરિવર્તન વગર દુનિયા બદલવાની કોઈ સંભાવના નથી. ત્યારે મિલિંદ રામટેકેએ સદગૂરૂને પૂછ્યુ કે કાયદામાં રહીને ઝડપથી સામાજિક આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સિવિલ સેવકોનું મનોબળ કેવી રીતે જાળવી શકાય. સદગૂરૂએ જવાબમાં કહ્યું કે IASનું આદર્શ વાક્ય योग: कर्मसु कौशलम જ સાચો રસ્તો છે. યોગ દ્વારા પોતાને મજબૂત કરો અને કાર્ય કરો.

વિજયલક્ષ્મી બિદારીએ સવાલ કર્યો કે નાગરિક સેવાઓ વિશે સામાન્ય ધારણાઓને કેવી રીતે યોગ્ય બનાવવામાં આવે? આ સવાલના જવાબમાં સદગૂરૂએ કહ્યું કે દેશના IAS અધિકારીઓને આ રાષ્ટ્રના યુવાઓ સાથે વાત કરવી જોઈએ. તેનાથી વિશ્વાસનું નિર્માણ થાય છે અને તેના વગર કોઈ પણ સેવામાં સુધારો નથી થઈ શકતો. તેમને સરકારી વિભાગો અને નાગરિકોની વચ્ચે ઈન્ટરફેસ તરીકે જનસંપર્કમાં પ્રશિક્ષણ ફ્રન્ટ ઓફિસ સ્ટાફને પણ યોગ્ય કરવા માટે જણાવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે બધા ભારતના કરોડરજ્જુ છો તેને વધુ સારું બનાવો

સદગૂરૂએ મહામારીના આ સમયમાં તમામ સ્થાનિક, રાષ્ટ્રીય સ્તર પર લોકોની સેવા કરી રહેલા અધિકારીઓને શુભેચ્છા આપી. તેમને કહ્યું કે તમે બધા ભારતનું કરોડરજ્જુ છો. તેને યોગ્ય બનાવો. આ પડકારના સમયમાં વિજય થાય. સદગૂરૂ હાલમાં ઘણા લોકો સાથે વાત કરી રહ્યા છે, જેમાં બિઝનેસ લીડર, ફિઝિશીયન, હેલ્થકેર વર્કર્સ, સુરક્ષાદળથી જોડાયેલા લોકો સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati