Gurugram News : હરિયાણાના ગુરુગ્રામમાં આજે 9 ઓક્ટોબરના રોડ એક મોટી દૂર્ઘટના બની છે. સેક્ટર -111માં એક વરસાદી પાણીથી બનેલા તળાવમાં 6 બાળકો નહાવા ગયા હતા. જેમના તળાવમાં ડૂબી જતા મોત થયા છે. આ ઘટનાની જાણકારી મળતા જ ગુરુગ્રામના ડીસી નિશાંત યાદવ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાલી જમીન પર બનેલા વરસાદી તળાવમાં તમામ 6 બાળકોના ઊંડી ડૂબી જતા મોત થયા છે. હાલમાં તમામ બાળકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે ગુરુગ્રામમાં (Gurugram) શોકનો માહોલ છે. બાળકોના પરિવારજનોના રડી રડીને ખરાબ હાલ થયા છે.
દિલ્હી- એનસીઆરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેના કારણે એનસીઆરમાં સ્થિત તળાવો ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાવાથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તળાવ જેવા જળાશયો ભરાવાથી દૂર્ઘટનાનું જોખમ પણ વધ્યુ છે. આજે સેક્ટર 111માં સ્થિત શંકર વિહાર કોલોનીમાં 6 બાળકોના દૂબી જતા મોત થયા છે. તેમાં પીયૂષ, વરુણ, રાહુલ, અજીત, દેવા અને દુર્ગેશ નામના બાળકોના મોત થયા છે. આ તળાવ વરસાદી પાણીને કારણે ભરાયુ હતુ.
આજે વરસાદી પાણીને કારણે બનેલા તળાવમાં 6 બાળોક નહાવાના ચક્કરમાં ઊંડી સુધી જતા રહ્યા હતા. ઊંડા પાણીમાં ડૂબી જતા તે તમામના મોત થયા હતા. આ ઘટનાની જાણી સીધી પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતક બાળકોના મૃતદેહ કાઢવા માટે તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. તરવૈયાઓએ સર્ચ ઓપરેશન ચલાવીને તમામ 6 બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતા બાળકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદને કારણે વાતાવારણ ગંભીર થઈ બન્યુ હતુ. પરિવારજનોની હાજરીમાં આ બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ગુરુગ્રામના ડીસી નિશાંત યાદવે જણાવ્યુ કે, મૃતક બાળકોની ઉંમર 8થી 11 વર્ષની વચ્ચે હતી. આજે બપોરે લગભગ 3 વાગ્યે આ દુ:ખદ દૂર્ઘટના બની હતી. સૂચના મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. તેમણે લોકોને સાવધાની પૂર્વક તળાવમાં સ્નાન કરવા માટે અપીલ કરી હતી. બાળકોને તળાવમાં નહાવા ન મોકવા પણ સૂચના આપવામાં આવી છે.