S-400થી દેશની એર ડિફેન્સ સિસ્ટમ બનશે વધુ મજબુત, માત્ર 3 મિનિટમાં જ જવાબી કાર્યવાહી કરવા થઈ જશે તૈયાર

જાણકારી મુજબ પ્રથમ સ્ક્વોડ્રનના ઘણા એલિમેન્ટસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસ પર આવ્યા પહેલા જ આવી ગયા હતા. જ્યારે રડાર અને મિસાઈલ સિસ્ટમને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં લાવવામાં આવી હતી.

S-400થી દેશની એર ડિફેન્સ સિસ્ટમ બનશે વધુ મજબુત, માત્ર 3 મિનિટમાં જ જવાબી કાર્યવાહી કરવા થઈ જશે તૈયાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:00 PM

ભારતીય વાયુસેના (Indian Air Force)માં વધુ એક સુરક્ષા કવચ જલ્દી જ સામેલ થવા જઈ રહ્યું છે. સુરક્ષા કવચ કાફલામાં જોડાયા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ દ્વારા ભારતની હવાઈ સરહદથી ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) બંને પર નજર રાખવામાં આવશે. 6 ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના (Vladimir Putin) નવી દિલ્હી પ્રવાસ બાદ ભારતમાં S-400ની પ્રથમ સ્ક્વોડ્રન (squadron) આવી ગઈ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

જેને ઝડપી જ પંજાબમાં તૈનાત કરવામાં આવશે. જાણકારી મુજબ પ્રથમ સ્ક્વોડ્રનના ઘણા એલિમેન્ટસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસ પર આવ્યા પહેલા જ આવી ગયા હતા. જ્યારે રડાર અને મિસાઈલ સિસ્ટમને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં લાવવામાં આવી હતી. તેને એર કાર્ગો અને સી કાર્ગો બંનેમાંથી ખૂબ જ કડક દેખરેખ હેઠળ ભારતમાં લાવવામાં આવ્યા છે.

S-400ની પ્રથમ સ્ક્વોડ્રનની આદમપુરમાં થશે તૈનાતી

સુત્રો મુજબ પ્રથમ સ્ક્વોડ્રન પંજાબના આદમપુરમાં તૈનાત કરવામાં આવશે. આદમપુરમાં તૈનાત કરવાથી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) અને લાઈન ઓફ કંટ્રોલ (LOC) બંને સુધી સુરક્ષા કવચને સરળતાથી પહોંચાડી શકાય છે. તે સિવાય દિલ્હીને પણ હવાઈ સુરક્ષા મળી જશે, કારણ કે દિલ્હી પણ લગભગ 400 કિલોમીટરની રેન્જમાં છે.

જાણકારી મુજબ બીજી સ્ક્વોડ્રન રાજસ્થાનમાં તૈનાત કરવામાં આવશે. આ તે વિસ્તાર છે જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે અને આ સ્ક્વોડ્રન આગામી વર્ષે જૂન 2022 સુધી ભારત આવશે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તે સિવાય બાકીના 3 સ્ક્વોડ્રનને ગુજરાત, અરૂણાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતમાં પણ તૈનાત કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મીઓએ આ S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પર રશિયામાં તાલીમ લીધી છે.

માત્ર 10 મિનિટમાં હુમલા માટે તૈયાર થઈ જાય છે S-400 સ્ક્વોડ્રન

આ સમયે S-400 સ્ક્વોડ્રનની ગણતરી દુનિયાના સૌથી સારા એર ડિફેન્સ સિસ્ટમમાં થાય છે. આ સિસ્ટમ એટેકિંગ મિસાઈલ કે એરક્રાફ્ટને ટ્રેક કરી શકે છે. આ સિસ્ટમ એક વખતમાં 80 ટાર્ગેટસને ટ્રેક કરી શકે છે અને 2 કિલોમીટરથી લઈ 400 કિલોમીટરની રેન્જમાં તેનો નાશ કરી શકે છે.

આ સિસ્ટમ માત્ર 10થી 15 મિનિટમાં હુમલા માટે તૈયાર થઈ જાય છે અને સિગ્નલ મળ્યાના માત્ર 3 મિનિટની અંદર જ તે જવાબી કાર્યવાહી માટે તૈયાર થઈ જાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ સિસ્ટમના રડારને જામ કરી શકાય નહીં. કહેવામાં આવી રહ્યું છે કે S-400 એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારત તરફથી લગભગ 35,000 કરોડ રૂપિયાના સોદા પર કરાર કરવામાં આવ્યો છે અને આ સાથે 400 કિમી સુધીના હવાઈ જોખમોનો સામનો કરવા માટે ભારતને 5 સ્ક્વોડ્રન આપવામાં આવશે.

આ પણ વાંચો: જાણો ગુજરાતના યોગી દેવનાથ વિશે, જેમની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઇ રહી છે

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">