ઉતરપ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે RSS ની મહત્વની બેઠક, ભાજપના વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર

આજે મંગળવારથી શરૂ થઈ રહેલી આ બેઠક બે દિવસ સુધી ચાલવાની છે, જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અનેક નીતિગત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

ઉતરપ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે RSS ની મહત્વની બેઠક, ભાજપના વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર
Mohan Bhagwat ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:57 AM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS ) ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા જ એક મહત્વની બેઠક બોલાવી છે. આ સંકલન બેઠકમાં આરએસએસએ (RSS ) ભાજપ સહિત તેના તમામ સંલગ્ન સંગઠનોના વડાઓને બોલાવ્યા છે.

આજે મંગળવારથી શરૂ થઈ રહેલી આ બેઠક બે દિવસ સુધી ચાલવાની છે, જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અનેક નીતિગત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ઉપરાંત ભાજપના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ભાજપ ઉપરાંત આરએસએસ સાથે જોડાયેલી અન્ય ઘણી સંસ્થાઓ પણ ભાગ લેશે, જે શિક્ષણ, સંસ્કૃતિ અને આર્થિક ક્ષેત્રે સક્રિય છે.

સામાન્ય રીતે આવી બેઠક આરએસએસ અને ભાજપના પ્રતિનિધિઓ વચ્ચે અવારનવાર યોજાય છે. આવી બેઠકમાં સરકાર સાથે સંકલન અને નીતિઓ પરના પ્રતિસાદ પર ચર્ચા કરવામાં આવે છે. ગયા મહિનાની શરૂઆતમાં પણ, આરએસએસએ (RSS ) 4 દિવસ સુધીની બેઠકનુ આયોજન કર્યું હતું,

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં આરએસએસ કેડરને ચૂંટણી માટે તૈયાર રહેવા અને ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો કરવાનું કહેવામાં આવ્યું હતું. મંગળવારથી શરૂ થનારી આરએસએસની મહત્વપૂર્ણ બેઠકનો સમય ખૂબ મહત્વનો છે. દેશના ઘણા ભાગોમાં ખેડૂત આંદોલનને લગતી હિંસક ઘટનાઓ બની છે. આ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાનું છે. આવા સંજોગોમાં ખેડૂત આંદોલનની અસર પણ વિચારાશે અને તેના નિરાકણ સદર્ભે વાતચીત થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ખેડૂતોના આંદોલનની અસર પર પણ ચર્ચા થશે! વિધાનસભાની ચૂંટણીઓના સમયે, આરએસએસ વતી, સરકારને ખેડૂતો સાથે હકારાત્મક અને યોગ્ય વ્યવહાર કરવાની સલાહ પણ આપી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે જ મેઘાલયના રાજ્યપાલ સત્ય પાલ મલિકે કહ્યું હતું કે જો સરકાર MSP ગેરંટી કાયદો લાવે છે, તો તેઓ ખેડૂતોને મનાવશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો આનાથી ઓછું સ્વીકારશે નહીં અને તે તેમના માટે જરૂરી છે. નોંધપાત્ર બાબત એ છે કે, લખીમપુરમાં હિંસા બાદ યુપી અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આંદોલનને લઈને પહેલાથી જ બેકફૂટ પર છે. એટલું જ નહીં, આ આંદોલનને કારણે પાર્ટીને યુપીમાં નુકસાનનો ડર છે. આવી સ્થિતિમાં આરએસએસ તરફથી ખેડૂતોના આંદોલનનો સામનો કરવા માટે યોગ્ય પ્રતિસાદ આપવાની સલાહ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ

દિવાળીના તહેવારને જશ્ન-એ-રિવાજ કહેવું આ કંપનીને પડ્યુ ભારે, ટ્વીટર પર બહિષ્કાર કરવાની ઉઠી માંગ

આ પણ વાંચોઃ

કઈ બેંક 10 હજારની એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે ? 1 થી 5 વર્ષ સુધીની એફડી અંગે જાણો વ્યાજ

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">