CNGથી થતાં પ્રદૂષણને કારણે કેન્સર, અસ્થમા જેવા રોગ થવાનો ખતરો, સૌથી વધુ CNG સ્ટેશન ગુજરાતમાં હોવાથી ચિંતાજનક સ્થિતિ

ગુજરાતમાં 1 એપ્રિલ 2020ના રોજ 636 સીએનજી સ્ટેશન હતા. જાન્યુઆરી 2021ના ​​અંત સુધીમાં ગુજરાતમાં 102 સીએનજી સ્ટેશન વધી ગયા છે. એટલે હવે સીએનજી સ્ટેશનની સંખ્યા વધીને 738 થઈ ગઇ છે.

CNGથી થતાં પ્રદૂષણને કારણે કેન્સર, અસ્થમા જેવા રોગ થવાનો ખતરો, સૌથી વધુ CNG સ્ટેશન ગુજરાતમાં હોવાથી ચિંતાજનક સ્થિતિ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 7:45 PM

એક અભ્યાસ મુજબ 1થી 25 નવેમ્બરની વચ્ચે દિલ્હી(Delhi)માં સરેરાશ NO2 સ્તર 65 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું છે. NO2ના ઉત્સર્જનનું મુખ્ય કારણ CNG વાહનો (CNG vehicles)નો વધતો ઉપયોગ જાણવા મળ્યો છે, અસ્થમા(Asthma)ના વધતા જતા કેસોનું કારણ પણ તેને માનવામાં આવે છે. જો કે દિલ્હીમાં વધતા પ્રદૂષણ (Pollution)ની સાથે ગુજરાતમાં પણ પ્રદૂષણ વધતુ હોવાના ડેટા છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ CNG સ્ટેશન છે.

દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણને રોકવા માટે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો પણ ઓછો ઉપયોગ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. આમ છતાં એક અભ્યાસમાં દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટેનું એક ચોંકાવનારુ સત્ય બહાર આવ્યુ છે. પ્રાકૃતિક ગેસ એટલે ક CNGથી ચાલતા વાહનોથી પણ દિલ્હીમાં પ્રદૂષણ વધ્યુ હોય તેવી જાણકારી મળી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

CNG વાહનોનો વધતો ઉપયોગ

દિલ્હી સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ સેન્ટર ડીપીસીસીના વાસ્તવિક સમયના ડેટા પરથી જાણવા મળ્યું છે કે રાજધાનીમાં ઘણા સ્થળોએ NO2 સ્તર ચાર ગણા સુધી વધી ગયું છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દિલ્હીમાં ડીઝલથી ચાલતા વાહનોના પ્રવાહ પર પ્રતિબંધ છે. આ NO2નો વધારો વધુ જોખમી હોવાની આશંકા છે.

એક અભ્યાસ મુજબ 1થી 25 નવેમ્બરની વચ્ચે રાજધાનીમાં સરેરાશ NO2 સ્તર 65 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું છે. NO2ના ઉત્સર્જનનું મુખ્ય કારણ CNG વાહનોનો વધતો ઉપયોગ છે અને રાજધાનીમાં અસ્થમાના વધતા જતા કેસોનું આ વાસ્તવિક ગુનેગાર છે.

દેશમાં CNG સ્ટેશનની સંખ્યા

જાન્યુઆરી સુધીમાં દેશભરમાં કુલ CNG સ્ટેશનોની સંખ્યા 506 વધીને 2,713 થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021ની શરૂઆતમાં આ સંખ્યા 2,207 હતી.

ગુજરાતમાં CNG સ્ટેશનની સંખ્યા

ગુજરાતમાં 1 એપ્રિલ 2020ના રોજ 636 સીએનજી સ્ટેશન હતા. જાન્યુઆરી 2021ના ​​અંત સુધીમાં ગુજરાતમાં 102 સીએનજી સ્ટેશન વધી ગયા છે. એટલે હવે સીએનજી સ્ટેશનની સંખ્યા વધીને 738 થઈ ગઈ છે. રેટિંગ એજન્સી કેર રેટિંગ્સ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી, જેમાં પેટ્રોલિયમ અને પ્લાનિંગ એનાલિસિસના ડેટાને ટાંકવામાં આવ્યો હતો. ગુજરાતના આંકડાઓમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના CNG સ્ટેશનોનો સમાવેશ થાય છે.

અનેક બિમારીઓનો ખતરો

યુરોપમાં સંશોધન સૂચવે છે કે CNG વાહનોમાંથી નીકળતા નેનો-મીટર કદના કણો કેન્સર, અલ્ઝાઈમર અને ફેફસાના રોગને ખુલ્લું આમંત્રણ છે. સલામત ઈંધણ તરીકે વાહનોમાં સીએનજીના ઉપયોગ અંગે સમગ્ર યુરોપમાં હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.

CNG વાહનો ખૂબ જ ખતરનાક

જાણી લો કે ઈકો-ફ્રેન્ડલી કહેવાતું આ ઈંધણ પેટ્રોલ-ડીઝલ વાહનો કરતાં 100 ગણું વધુ ઘાતક 2.5 નેનોમીટરનું ઉત્સર્જન કરે છે. ખાસ કરીને શહેરી ટ્રાફિકમાં જ્યાં વાહનો ધીમી ગતિએ ચાલે છે, ભારત જેવા ગરમ વાતાવરણમાં સીએનજી વાહનો ડીઝલ વાહનો જેટલા જ મૃત્યુનું કારણ બને છે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ

આ પણ વાંચો : AMC એઇડસ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા, અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIV નો એક પણ કેસ નહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">