રિઝર્વ બેન્કની મોટી કાર્યવાહી, આ 2 કો-ઓપરેટિવ બેન્કને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

પંજાબના જાલંધર સ્થિત સિટીઝન્સ અર્બન કો-ઓપરેટિવ બેન્કને રિઝર્વ બેન્કે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંક પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ અને જોગવાઈના નિયમોની અવગણના અને ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ પ્રકારે મહારાષ્ટ્રની વસઈ બેન્ક પર પણ આ આરોપો હેઠળ 90 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.

રિઝર્વ બેન્કની મોટી કાર્યવાહી, આ 2 કો-ઓપરેટિવ બેન્કને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ
Reserve Bank of India

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) મોટી કાર્યવાહી કરી છે. દેશની બે કો-ઓપરેટિવ બેન્ક પર ભારે દંડ લગાવ્યો છે. આ બંને બેન્કો પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. આ બેન્કોમાં મહારાષ્ટ્ર સ્થિત વસઈ વિકાસ સહકારી બેન્ક (Vasai Vikas Sahakari Bank) અને પંજાબના જાલંધર સ્થિત સિટિઝન્સ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું નામ છે.

 

પંજાબના જાલંધર સ્થિત સિટીઝન્સ અર્બન કો-ઓપરેટિવ બેન્કને રિઝર્વ બેન્કે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંક પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ અને જોગવાઈના નિયમોની અવગણના અને ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ પ્રકારે મહારાષ્ટ્રની વસઈ બેન્ક પર પણ આ આરોપો હેઠળ 90 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.

 

RBIની એક ટીમે વસઈ બેન્કની મુલાકાત કરી હતી અને આ દરમિયાન કામકાજમાં ગડબડ જોવા મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રિઝર્વ બેન્કે જે ગાઈડલાઈન્સ બનાવી છે, તેનું પાલન વસઈ બેન્ક કરી રહી નથી. આ પ્રકારે NPA અંતગર્ત લોન વગેરેના મુદ્દાઓ પર પણ અનિયમિતતાની ફરિયાદ મળી.

આ પ્રકારની જ તપાસ સિટિઝન્સ બેન્કમાં કરવામાં આવી, જ્યાં જાણવા મળ્યું કે બેન્ક તરફથી NPAની ઓળખ માટે કોઈ પગલાં નથી ઉઠાવવામાં આવ્યા, સંપતિઓનું વર્ગીકરણ પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. આ ગડબડના કારણે RBIએ આ બેન્ક પર 7 લાખનો દંડ ફટકાર્યો છે.

 

SBI પર 1 કરોડનો દંડ

આ પહેલા રિઝર્વ બેન્કે એક મોટી કાર્યવાહી હેઠળ ભારતીય સ્ટેટ બેન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પર કડકાઈ બતાવતા ભારે દંડ ફટકાર્યો હતો. એસબીઆઈ પર 1 કરોડ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પર 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. બેન્કિંગ રેગ્યુલેશન એકટ 1949માં રિઝર્વ બેન્કને કાર્યવાહીનો અધિકાર મળ્યો છે.

રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્કો પર આ કાર્યવાહી નિયમો અને નિર્દેશોના ઉલ્લંઘનને લઈ કરવામાં આવી છે. સ્ટેટ બેંકના સંદર્ભમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે કસ્ટમ એકાઉન્ટના કિસ્સામાં એક ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટેટ બેંકે છેતરપિંડીની જાણ કરવામાં વિલંબ કર્યો હતો.

એક્સિસ બેન્ક પર પણ થઈ છે કાર્યવાહી

સપ્ટેમ્બર મહિનામાં RBIએ એક્સિસ બેન્ક સામે કાર્યવાહી કરી હતી. એક્સિસ બેન્ક પર કેવાયસીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઉલ્લંઘનને લઈ આરબીઆઈએ એક્સિસ બેન્ક પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ ફેબ્રુઆરી અને માર્ચ 2020માં એક ગ્રાહકની કેવાયસીની તપાસ કરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું કે એક્સિસ બેન્ક કેવાયસીના તે નિયમોનું પાલન નથી કરી રહી જે આરબીઆઈના નિર્દેશમાં બતાવવામાં આવ્યા છે. નિવેદન અનુસાર બેન્ક સંબંધિત ખાતામાં યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું. આ કારણે બેંક એ સુનિશ્ચિત કરી શકી નથી કે ગ્રાહકના ખાતામાં થતા વ્યવહારો તેના વ્યવસાય અને જોખમ પ્રોફાઇલ સાથે સુસંગત છે.

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: શું લાંચના આરોપમાં સંડોવાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેને હટાવવામાં આવશે? જાણો શું કહ્યું NCBના DGએ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati