કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીના પોલીસનો કોલર પકડવાના વીડિયો પર હંગામો, FIR નોંધાઈ

વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ (Renuka Chowdhury) હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી તેને પીછેહઠ કરવા માટે કહી રહ્યો છે પરંતુ તે તેને સંભળાવી જ રહી છે.

કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીના પોલીસનો કોલર પકડવાના વીડિયો પર હંગામો,  FIR નોંધાઈ
Renuka-Chowdhury
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jun 16, 2022 | 9:52 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સતત પૂછપરછ કરી રહ્યું છે. કોંગ્રેસના નેતાની EDમાં હાજરીથી નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સતત રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના ઉગ્ર પ્રદર્શનને જોતા તમામ રાજ્યોમાં ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની શરમજનક હરકત કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મીનો કોલર પકડી લીધો. પોલીસકર્મી તેમને પીછેહઠ કરવા માટે કહી રહ્યો છે પરંતુ તે તેને સંભળાવી રહી છે. આ બાબતે હવે ભાજપે રેણુકા ચૌધરી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી વિરુદ્ધ તેલંગાણામાં કેસ નોંધવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રેણુકા ચૌધરી વિરુદ્ધ હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીનો કોલર પકડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેની પર ભારતીય દંડ સંહિતાની કલમ 353 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 353 હેઠળ એવી જોગવાઈ છે કે જો કોઈ લોક સેવકને પોતાની ફરજનું પાલન કરતી વખતે રોકે છે અથવા તેના પર હુમલો કરે છે તો તે દંડને પાત્ર છે.

કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કરી સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટીકાનો સામનો કરી રહેલી કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ સ્પષ્ટતા કરી છે કે, મારો પોલીસકર્મી પર હુમલો કરવાનો કોઈ ઈરાદો ન હતો. તમે તમામ વીડિયોમાં જોઈ શકો છો કે કોઈએ મને ધક્કો માર્યો, જેના કારણે મારો હાથ લપસી ગયો અને તેના ખભાને બદલે તેમના કોલર સુધી પહોંચી ગયો. જે પણ મારા પર આરોપ લગાવી રહ્યા છે તેમણે આ વીડિયો ધ્યાનથી જોવો જ જોઈએ. રેણુકા ચૌધરીએ કહ્યું, તેઓ મને ધક્કો મારી રહ્યા હતા, મારા પગમાં તકલીફ છે. હું મારું સંતુલન ગુમાવી રહી હતી તેથી હું તે પોલીસ પર પડી. મને આશા છે કે જે પોલીસકર્મીઓએ મારી સાથે ગેરવર્તન કર્યું છે તેઓ મારી માફી માંગે. પહેલા તો પોલીસ અધિકારીઓએ જવાબ આપવો જોઈએ કે મારી આસપાસ આટલા બધા પુરુષ પોલીસ કેમ હતા?

મહારાષ્ટ્રમાં રાજભવનની બહાર વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધરપકડ

રાહુલ ગાંધીની ધરપકડની જાણ થતાં જ કોંગ્રેસના નેતાઓએ તેમના પ્રદર્શનને વધુ તેજ કરી દીધું છે. કોંગ્રેસના નેતાઓની તરફથી તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શન ઉગ્ર થવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સહિત પાર્ટીના નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના નેતાઓ વિરોધ દરમિયાન રાજભવનના ગેટની બહાર મૂકેલા બેરિકેડ્સને હટાવવાની કોશિશના જવાબમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ  નાના પટોલે, પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણ, મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાત, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખ અને કાપડ મંત્રી અસલમ શેખને પણ કસ્ટડીમાં લીધા છે.

યુપીમાં રાજભવનમાં બેરીકેટ્સ પર ચઢવાની કોશિશ કરતા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ સબંધિત મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ વિરુદ્ધ રાજ્ય કોંગ્રેસના ‘ઘેરાવ’ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે ગુરુવારે પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયની સામે બેરિકેડ લગાવીને જિલ્લા પોલીસે રાજભવન તરફ સરઘસમાં નીકળેલા પક્ષના કાર્યકરોને રોક્યા, તેના પર કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતા બેરિકેડ પર ચઢવાની કોશિશ શરૂ કરી. ત્યારબાદ પોલીસે તેમાંથી ઘણાને કસ્ટડીમાં લીધા હતા.

ભાજપે રેણુકા ચૌધરી પર કર્યા પ્રહારો

ભાજપ રેણુકા ચૌધરી પર પ્રહારો કરી રહી છે. બીજેપી કાર્યકર પ્રીતિ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, પોલીસકર્મી સાથે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે. આ પોલીસ દળનું અપમાન છે. દુર્ભાગ્યે આ મહિલા એક સમયે સાંસદ રહી ચૂકી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati