રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો, કેમ કે અમે પાકિસ્તાનના યશગાન નહીં ગાઇએઃ ગાઝીપુર મૌલાનાની CM યોગીને અપીલ

રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો, કેમ કે અમે પાકિસ્તાનના યશગાન નહીં ગાઇએઃ ગાઝીપુર મૌલાનાની CM યોગીને અપીલ
Gazipur Maulana

ગાઝીપુરના (Gazipur) મહમુદાબાદના નિવાસી મૌલાના અનવર હૂસૈન સિદ્દીકીએ કહ્યું કે પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે અને અમે તેના ગુણગાન નહીં ગાઇએ. આ શબ્દો હટાવીને કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરવાની હું અપીલ કરું છું.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 15, 2022 | 9:20 AM

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસોથી મદરેસાઓમાં રાષ્ટ્રગાન ગાવાનો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. જે સંદર્ભે જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં ગાઝીપુરના (Gazipur)  મહમૂદાબાદ જિલ્લાના નિવાસી મૌલાના અનવર હુસૈન સિદ્દીકીએ કહ્યું હતું કે રાષ્ટ્રગાનમાંથી (National Anthem )સિંધ શબ્દ હટાવી દો, કારણ કે અમે (Pakistan)પાકિસ્તાનનું યશગાન નથી કરી શકતા. મૌલાના એ રાષ્ટ્રગાન ગાવાના સર્કયુલરનું સ્વાગત કર્યુ, પરંતુ સિંધ શબ્દ હટાવવા માંગણી કરી હતી. તેમણે અપીલ કરી હતી કે સિંધ શબ્દને હટાવીને રાષ્ટ્રગાનમાં કોઈ બીજો શબ્દ ઉમેરવામાં આવે તે સારું હશે. જોકે તે દરમિયાન મદરેસામાં રાષ્ટ્રગાનના નવા નિયમને લઇને કોઈ આપત્તિ નોંધાઈ નથી. તેમણે આ મુદેે કહ્યું હતું કે અમે દુશ્મન દેશના ગુણગાન નહીં ગાઇએ માટે  રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો,

મૌલાના અનવર હુસૈન સિદ્દીકીએ જણાવ્યું હતું કે “ઉત્તર પ્રદેશના વજીર-એ-આલાનો આદેશ છે અને અમે તેમના આદેશનો ઇસ્તકબાલ કરીએ છીએ” જોકે તેમણે ઉમેર્યુ હતું કે હું તેમને વિનંતી કરું છું કે પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે અને અમે તેના ગુણગાન નહીં ગાઇએ. આ શબ્દો હટાવીને કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરવાની હું અપીલ કરું છું. ઉત્તરપ્રદેશના વજીર -એ -આલા આ બાબતને સમજવાનો પ્રયત્ન કરે. વજીર-એ-આલા મહાન વ્યક્તિ છે અને સાધુ સંતનું કામ હિંદુ મુસલમાન વચ્ચે ભેદ પાડવાનું નથી.કારણ કે વ્યક્તિ પહેલા માણસ હોય છે ત્યાર બાદ હિંદુ અને મુસલમાન હોય છે.

વજીર-એ-આલા હિંદુ મુસ્લિમ, મંદિર મસ્જિદથી ઉપર ઉઠીને કરે કામ

મૌલાના અનવરે કહ્યું હતું કે હું અમારા વજીર-એ-આલાને કહીશ કે તેઓ હિંદુ -મુસ્લિમ , મંદિર મસ્જિદથી ઉપર ઉઠીને કામ કરે. હું તેમને કહું છું કે તેઓ મુસલમાન માટે એક ટીપું પરસેવો વહાવશે તો અમે તેમના માટે અમારા શરીરના લોહીનું ટીપેટીપું વહાવી દઇશું. પરંતુ તમે અમને નજીક લાવવાનો પ્રયત્ન તો કરે. દરેક જગ્યાએ ભડકાઉ નારા લગાવવામાં આવે છે તેની પર લગામ કસવી જોઈએ.

યોગી અને મોદી સરકારથી અમે સંતુષ્ટ

મદરેસાના આચાર્ય અનુદેશક મુમતાઝ અંસારીએ કહ્યું હતું કે અમે યોગી અને મોદી સરકારથી સંતુષ્ટ છીએ. જ્યાં સુધી મદ્રેસામાં રાષ્ટ્રગાન ગાવાનો આદેશ છે તો અમે આ બાબતનું સ્વાગત કરીએ છીએ. આજે આખા પ્રદેશમાં અલ્પસંખ્યક સમાજના લોકો રાષ્ટ઼્રગાનનું દિલથીસ્વાગત કરી રહ્યા છે. કારણ કે અમારા પૈયંગબર જે ઇસ્લામ ધર્મના સ્થાપક છે તે માનવતાની રક્ષા માટે જ પૃથ્વી પર આવ્યા હતા પ્રત્યેક ભારતીયએ પૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રગાન ગાવું જોઈએ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati