રાહતના સમાચાર: Aadhaarને PAN કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો

આવકવેરા વિભાગે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક (Aadhar Pan Link) કરવું ફરજિયાત કરી દીધું છે. CBDTએ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 નક્કી કરી હતી પણ હવે લોકોને મોટી રાહત આપતા આવકવેરા વિભાગે અંતિમ તારીખમાં વધારો 30 જૂન સુધી કર્યો છે.

  • Kunjan Shukal
  • Published On - 21:40 PM, 31 Mar 2021
રાહતના સમાચાર: Aadhaarને PAN કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો

આવકવેરા વિભાગે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક (Aadhar Pan Link) કરવું ફરજિયાત કરી દીધું છે. CBDTએ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 નક્કી કરી હતી પણ હવે લોકોને મોટી રાહત આપતા આવકવેરા વિભાગે અંતિમ તારીખમાં વધારો 30 જૂન સુધી કર્યો છે. એટલે હવે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે હવે લોકોની પાસે વધુ 3 મહિનાનો સમય છે.

 

આવકવેરા વિભાગના ટ્વીટ મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકોને આ મોટી રાહત આપવામાં આવી છે. પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા માટે મેસેજ સેવા પણ છે અને ઓનલાઈન પણ કરી શકાય છે. ટેક્નો ફ્રેન્ડલી લોકો જે મોબાઈલ, લેપટોપ, ઈન્ટરનેટ વગેરે ચલાવવામાં માહેર છે. તે જાતે જ આધારને પાનકાર્ડ સાથે લિંક કરી શકે છે.

 

કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે લોકોને ફરી એકવાર કામ વગર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકો માટે આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ મુશ્કેલીઓને સમજતા કેન્દ્ર સરકારે આ મોટી રાહત આપી છે.

 

આ રીતે જાણો તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં

સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં. તેના માટે સૌથી પહેલા આવકવેરા વિભાગની અધિકૃત વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in જાવ. ક્વિક લિંક ઓપ્શનમાં લિંક આધાર પર ક્લિક કરો. હવે તમારે પાનકાર્ડ અને આધારકાર્ડની ડિટેલ ભરવી પડશે. ત્યારબાદ વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવા પર તમે જાણી શકશો કે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે કે નહીં.

 

SMS સેવા દ્વારા કરી શકો છો લિંક

આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા માટે પોતાના મોબાઈલમાં કેપિટલ લેટરમાં IDPN ટાઈપ કરો. પછી સ્પેસ આપી પોતાનો આધાર નંબર અને પાન નંબર લખો. હવે આ મેસેજને 56768 અથવા 56161 પર મોકલી દો. ત્યારબાદ આવકવેરા વિભાગની જવાબદારી રહેશે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સૌથી 2360 નવા કેસ, 2004 લોકો સાજા થયા