દિલ્હીમાં કોરોનાના કેસોમાં રાહત, 26 દિવસ બાદ ઘટ્યો પોઝિટીવિટી રેટ

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં 12,481 કેસ નોંધાયા હતા.જ્યારે 347 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. તેની બાદ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ઘટીને 17.76 ટકા થઈ ગયો છે.

દિલ્હીમાં કોરોનાના કેસોમાં રાહત, 26 દિવસ બાદ ઘટ્યો પોઝિટીવિટી રેટ
દિલ્હીમાં કોરોનાના કેસોમાં રાહત
Chandrakant Kanoja

|

May 12, 2021 | 3:11 PM

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી ઓછા Corona  કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં Corona  ના  12,481 કેસ નોંધાયા હતા.જ્યારે 347 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. તેની બાદ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ઘટીને 17.76 ટકા થઈ ગયો છે. જે 14 એપ્રિલ પછીનો સૌથી નીચો છે. છેલ્લા 15 દિવસમાં દિલ્હીમાં પોઝિટિવિટી રેટ અડધો થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં Corona ના  12481 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસ 13, 48, 699 થયા છે. રિકવરી રેટ 92.3 ટકા છે. જ્યારે સક્રિય દર્દીઓ 6.21 ટકા છે. અને મૃત્યુ દર 1.48 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 17.76 ટકા રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર પામેલા દર્દીઓની સંખ્યા 13, 583 છે. અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12, 44, 880 છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં  347 લોકોનાં મૃત્યુ બાદ રાજ્યમાં મૃત્યુનો આંક 20,010 પર પહોંચી ગયો છે. સક્રિય કેસ 83,809 થયા છે. છેલ્લા 24 કલાકમાં 70, 276 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પરીક્ષણો 1,79,49,571 થયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 17.76 ટકા પર આવી ગયો છે.

દિલ્હીમાં 18 થી 44 વર્ષની વયના લોકો માટે પણ Corona રસી લગાવવામાં આવી રહી છે.જેમાં યુવાનોમાં રસીકરણ અંગે ઘણી ઉત્સુકતા છે. જયારે દેશમાં છેલ્લા બે દિવસથી કોવિડના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જો કે નવા કેસની સંખ્યા હજી પણ 3 લાખથી વધુ છે. \

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં Corona થી  3,56,820 લોકો સાજા થયા છે. આ સાથે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2 કરોડ 29 લાખ 92 હજાર 517 થઈ ગઈ છે, જેમાંથી 2, 49, 992 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી 1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો આ ચેપથી સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા એટલે કે જે દર્દીઓ દેશમાં સારવાર લઈ રહ્યા છે તે વધીને 37 લાખ 15 હજાર 221 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, Corona આ સક્રિય કેસમાંથી 83 ટકા કેસ 13 રાજ્યોમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે. સૌથી વધુ સક્રિય કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 5, 93,150 સક્રિય કેસ છે. આ પછી કર્ણાટકમાં 5,71,026, કેરળમાં 4,20,076, ઉત્તર પ્રદેશમાં 2,25,271, રાજસ્થાનમાં 2,03,017, આંધ્રપ્રદેશમાં 1,89,367, તમિળનાડુમાં 1,52,389, ગુજરાતમાં 1,36,158, પશ્ચિમ બંગાળમાં 26,663, છત્તીસગઢમાં 1,25,104, હરિયાણામાં 1,13,232, મધ્યપ્રદેશમાં 1,11,223 અને બિહારમાં 1,05,104 સક્રિય કેસ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati