WhatsAppમાં આ મેસેજ આવે તો ફસાયા વિના કરી નાખજો ડિલીટ, નહીં તો પસ્તાશો
સોશિયલ મીડિયાના લીધે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. હાલ વોટસએપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને તેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જો તમે વિગતો ભરી દીધી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]
સોશિયલ મીડિયાના લીધે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. હાલ વોટસએપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને તેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જો તમે વિગતો ભરી દીધી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
RBI whatsApp Global Awardના નામથી આ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જેમાં તમારી અંગત વિગતો માગવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમારા વોટસએપ નંબરને 2 કરોડ 75 લાખ રુપિયાનું ઈનામ મળ્યું છે. ઈનામની રાશિ મેળવવા માટે મોબાઈલ નંબર, ઉંમર સાથે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Claim: SMS & WhatsApp msgs regarding prize money being "awarded" to your no. under the "RBI WhatsApp Global Award".
Reality: No such award has been instituted by @RBI & #WhatsApp. The objective is for scamsters to get your account details.
Conclusion: #FakeNews pic.twitter.com/HPWPB6SXr1
— PIB India (@PIB_India) December 4, 2019
આ મેસેજને લઈને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પણ ટ્વીટ કર્યું છે. જેમાં એલર્ટ આપીને લોકોને સાવધાન રહેવા માટે કહેવાયું છે. આરબીઆઈ સહિત ઘણીબધી બેંક આ બાબતે પોતાના ગ્રાહકોને સૂચિત કરી ચૂકી છે તમારી વિગતો ન આપો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો તમને પણ આ મેસેજ મળે તો તેને તરત જ ડિલીટ કરી દો. બીજા લોકોને પણ આ ખોટા મેસેજ બાબતે જાણકારી આપો જેના લીધે તમારી મહેનતની કમાણી પર આંચ ના આવે. સરકારે પણ આ મેસેજને લઈને લોકોને માહિતગાર કર્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]