મથુરાના ‘નશેડી’ ઉંદરો ખાઇ ગયા 581 કિલો ગાંજો, મથુરા પોલિસ રિપોર્ટ પર કોર્ટ પણ હેરાન, જાણો સમગ્ર ઘટના

ADJ VII ની કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં, મથુરા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવે પોલીસ સ્ટેશનમાં પકડાયેલો 581 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા છે. આ સાંભળીને ન્યાયાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા..જાણો સમગ્ર મામલો શું છે.

મથુરાના 'નશેડી' ઉંદરો ખાઇ ગયા 581 કિલો ગાંજો, મથુરા પોલિસ રિપોર્ટ પર કોર્ટ પણ હેરાન, જાણો સમગ્ર ઘટના
Mathura Police
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Nov 24, 2022 | 4:46 PM

ક્યારેય ન માન્યામાં આવે એવા સમાચાર મથુરા કોર્ટમાંથી સામે આવ્યા છે, વાત એવી છે કે ADJ VII ની કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં, મથુરા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવેમાં પકડાયેલા 581 કિલો ગાંજાની ખેપ ઉંદરોએ ખાઈ લીધું હતું. આ સાંભળીને ન્યાયાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે 26 નવેમ્બર સુધીમાં તેના પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ SSPને ઉંદરોથી બચાવવા માટે સૂચના આપી હતી.

મથુરા પોલીસ દોરડાના સાપ બનાવવામાં નિષ્ણાત છે. હવે અહીં પોલીસે એક એવું કારનામું સામે આવ્યુ છે, જેને સાંભળીને કોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મથુરા પોલીસે જણાવ્યું કે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 581 કિલો ગાંજો રાખવામાં આવ્યો હતો. આ ગાંજો ઉંદરો ખાઇ ગયા છે તેવુ રીપોર્ટમાં દર્શાવામાં આવ્યુ છે. અને રિપોર્ટ ADJ VIIની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ અહેવાલ જોઈને ન્યાયાધીશો પણ દંગ રહી ગયા. ADJ VIIની કોર્ટે બંને સ્ટેશન ઈન્ચાર્જને કેસના પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ SSPને પણ ઉંદરોથી બચાવવા માટે સૂચના આપવામાં આવી છે.

મથુરાના શેરગઢ પોલીસ ચોકીમાં 386 કિલો ગાંજાનો જથ્થો રાખ્યો હતો. 2018માં થાના હાઈવેમાં પોલીસે 195 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એડીજે સપ્તમની કોર્ટે ટ્રાયલ દરમિયાન ગાંજાને સીલ બંધ મહોર લગાવેલા પેકેટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ શેરગઢ પોલીસ ચોકીના અધિકારીઓના આપ્યા હતા.

26 નવેમ્બર સુધી કોર્ટમાં રજૂ કરવા પડશે પુરાવા

શેરગઢ અને હાઈવે પોલીસ ચોકીના પ્રભારીઓને કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, માલખાનામાં રાખેલા ગાંજાને ઊંદર ખાઈ ગયા છે. થોડો વધેલો ગાંજો ફેંકી દેવામાં આવ્યો છે. બંને ચોકીના પ્રભારીઓએ જ્યારે કોર્ટમાં આવો રિપોર્ટ આપ્યો તો, કોર્ટે 26 નવેમ્બરે આ મામલામાં પુરાવા સાથે હાજર રહેવાના આદેશ આપ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે, થાના શેરગઢ પોલીસ અને હાઈવે પોલીસે આ મામલે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે કે નહીં, જો કે, હાલમાં 581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati