20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે Girlfriend સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

મેષ : આજે આપનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિચારોમાં અતિ શીઘ્ર પરિવર્તનના કારણે આજે કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી-વિચારીને લો. કોઇક ખાસ પ્રવાસના યોગ છે. લેખન કાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક તથા તાર્કિક વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે છે. કોઈ પણ મહિલા સાથે વિવાદમાં ન ઉતરતાં. વૃષભ : મનને સ્થિર રાખવું ફાયદાકારક રહેશે. અનિર્ણાયક મનોદશાના […]

20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે Girlfriend સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું
TV9 Web Desk

|

Jan 20, 2019 | 5:08 AM

મેષ :

આજે આપનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિચારોમાં અતિ શીઘ્ર પરિવર્તનના કારણે આજે કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી-વિચારીને લો. કોઇક ખાસ પ્રવાસના યોગ છે. લેખન કાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક તથા તાર્કિક વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે છે. કોઈ પણ મહિલા સાથે વિવાદમાં ન ઉતરતાં.

વૃષભ :

મનને સ્થિર રાખવું ફાયદાકારક રહેશે. અનિર્ણાયક મનોદશાના ફળસ્વરૂપે હાથમાં આવેલી તક આજે આપ ગુમાવી શકો છો. સમજૂતી કરવાની વૃત્તિ અપનાવતા કોઈનાથી સંઘર્ષ નહીં થાય. પ્રવાસ પર ન જવું જ સારું રહેશે. લેખકો, કલાકારો અને સલાહકારો માટે દિવસ બહુ અનુકૂળ છે.

મિથુન :

લક્ષ્મીજીની કૃપાથી આજનો દિવસ આર્થિક રીતે લાભકારક રહેશે. સ્વાદિષ્ટ તથા ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રથી આજનો દિવસ અત્યંત આનંદદાયી રહેશે. આરોગ્ય પણ સારું રહેશે. નાણાનો વ્યય ન થાય, તેનું ખાસ ધ્યાન રાખો. ઉપહાર (ગિફ્ટ) મળવાથી મન આનંદિત રહેશે.

કર્ક :

અવઢવ કે અસમંજસ જેવી પરિસ્થિતિના કારણે કોઈ પણ મહત્વનો નિર્ણય ન લેતા. પરિવારજનો સાથે મતભેદ સર્જાઈ શકે છે. પારિવારિક કાર્યોમાં ખર્ચ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. મનમાં કોઈ ભ્રમ ન રાખો. આરોગ્યનું ધ્યાન રાખો. માનહાનિ અને ધનહાનિથી બચવાનો પ્રયત્ન કરો.

આ પણ વાંચો : આ 3 લોકોએ ભય્યૂજી મહારાજની ‘આપઘાત’ કુંડળી લખી, જાણો પોલીસના જણાવ્યા મુજબ શું છે ભય્યૂજી મહારાજની સુસાઇડ મિસ્ટ્રી ?

સિંહ :

આજનો દિવસ લાભકારક છે. મિત્રો અને ખાસ કરીને મહિલા મિત્રોથી ફાયદો થવાની શક્યતા છે. કોઇક સુંદર સ્થળે પ્રવાસ-પિકનિકે જવાની શક્યતા છે. યોગ્ય સમયે નિર્ણય ન લેતા હાથમાં આવેલી તક સરી શકે છે. તમામ કાર્યો ધ્યાનથી કરો. વેપાર તથા આર્થિક લાભના યોગ છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઈ ગંગામાં લગાવી ડુબકી ? શું છે વાયરલ થયેલી પીએમ મોદીની ડુબકી લગાવતા દર્શાવતી તસવીરનું રીયલ સત્ય ? જાણવા માટે CLICK કરો

કન્યા :

આજનો દિવસ શુભ ફળદાયી છે. નવા કાર્યો સંપન્ન થશે. વેપારી વર્ગ અને નોકરીયાત લોકો માટે સમય બહુ સારો છે. વેપારમાં લાભ અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. પિતાથી ફાયદો થવાની શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

આ પણ વાંચો : જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો… ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

તુલા :

વ્યાવસાયિક ક્ષેત્રે ફાયદો થવાની શક્યતા છે. નોકરી તથા વ્યાપારમાં સહ કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર નહીં મળે. લાંબા પ્રવાસ તથા કોઇક ધાર્મિક સ્થળે જવાની શક્યતા છે. લેખન કાર્ય તથા બૌદ્ધિક ક્ષેત્રે આપ સક્રિય રહેશો. વિદેશમાંથી પ્રિયજનોના સમાચાર મળવાથી આનંદની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક :

આજનો દિવસ શાંતિપૂર્વક તથા સાવચેતીપૂર્વક પસાર કરવાનો પ્રયત્ન કરો. નવા કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે. ક્રોધ પર સંયમ રાખો. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેજો. ખર્ચ વધવાથી આર્થિક સંકટ પણ ઊભું થઈ શકે છે.

ધન :

આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે. મનોરંજનના કાર્યોથી જોડાયેલા રહેવાની શક્યતા છે કે જેથી આપનું મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો સાથે પ્રવાસ-પર્યટન-પિકનિકનું આયોજન થઈ શકે છે. લેખન કાર્ય માટે દિવસ બહુ અનુકૂળ છે.

મકર :

વેપાર વિકાસ માટે આજનો દિવસ બહુ લાભકારક રહેશે. નાણાની લેતી-દેતીમાં પણ સફળતા મળશે. વેપારથી સંબંધિત કાર્યો વિઘ્ન આવી શકે છે. આરોગ્ય સારું રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. સહકર્મચારીઓનો સહકાર પણ મળી શકે છે.

કુંભ :

આપની વાણી તથા વિચારોમાં શીઘ્ર પરિવર્તન થશે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઈ શકો છો. લેખન કાર્ય તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાંથી આનંદ મળશે. આકસ્મિક ખર્ચની શંકા છે. યોગ્ય પાચન ન થવાથી અપચો જેવી બીમારીઓ થઈ શકે છે.

મીન :

ગણેશજી કહે છે કે આજે આપનામાં ઉત્સાહ અને સ્ફૂર્તિની ઉણપ રહી શકે છે. વિવાદથી દૂર રહો. અસ્વસ્થતાનો અનુભવ થશે. અપ્રિય ઘટનાઓથી આપનું મન ખાટું થઈ શકે છે. નોકરીમાં ચિંતા રહેશે. ધન તથા કીર્તિની હાનિ ન થાય, તેનું ધ્યાન રાખજો.

[yop_poll id=691]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati