Rare pic: ભાગ્યે જ જોવા મળે તેવુ દ્રશ્ય, PM મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી, ઓમ બિરલા એક જ ફ્રેમમાં જોવા મળ્યા, જાણો શુ છે સમગ્ર ઘટના

લોકસભાની કાર્યવાહી 96 કલાકને બદલે માત્ર 21 કલાક જ હાથ ધરાતા, અધ્યક્ષ બિરલાએ વ્યક્ત કર્યુ દુઃખ

Rare pic: ભાગ્યે જ જોવા મળે તેવુ દ્રશ્ય, PM મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી, ઓમ બિરલા એક જ ફ્રેમમાં જોવા મળ્યા, જાણો શુ છે સમગ્ર ઘટના
Rare pic: Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Lok Sabha Speaker Om Birla, Leader of Opposition Adhir Ranjan Chaudhary, Congress President Sonia Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:57 PM

લોકસભામાં આજે પણ વિપક્ષે સતત હોબાળો મચાવતા, સંસદની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી 96 કલાક માટે નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ પેગાસસ જાસુસી મુદ્દો, કૃષિબિલ રદ કરવા સહીતના અન્ય મુદ્દે વિરક્ષે મચાવેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી માત્ર 21 કલાક સુધી જ ચાલી શકી હતી.

લોકસભાની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મુલતવી રાખ્યા બાદ, અધ્યક્ષ ઓમ બિરલાની ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લોકસભા વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી એકઠા થયા હતા. એકસાથે નેતાઓ એકઠા થઈને સોહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરતા હોય તેવુ ભાગ્યે જ જોવા મળતુ દ્રશ્ય કેમેરમાં કંડારાઈ ગયુ હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સંસદના ચોમાસુ સત્ર 2021માં, પેગાસસ અને અન્ય બાબતોએ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જેન કારણે લોકસભાની બેઠક અવારનવાર સ્થગિત કરવામાં આવી હતી. બુધવારે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મુદ્દા આધારિત મડાગાંઠ, સમયનો બગાડ અને જાહેર મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા ન થઈ શકી તે અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્ય કે લોકસભાના છઠ્ઠા સત્ર દરમિયાન 17 બેઠકો યોજાઈ હતી. કામનો સમય 96 કલાક માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સરખામણીમાં માત્ર 21 કલાક 14 મિનિટનું જ કામકાજ કરવામાં આવ્યું હતું.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, ‘હું લોકોની પીડાને સમજું છું કે આ વખતે જાહેર મહત્વના મુદ્દાઓ પર લોકસભામાં ચર્ચા થઈ શકી નથી. ચર્ચા અને સંવાદથી લોકશાહી મજબૂત બને છે. યોગ્ય અને અર્થપૂર્ણ ચર્ચા બાદ જ ગૃહમાં બિલ પસાર થવું જોઈએ. સંસદીય પરંપરાઓ અને ગૃહની ગરિમાનું માન સન્માન જળવાવુ જોઈએ.

છઠ્ઠા સત્ર દરમિયાન લોકસભાની 17 બેઠકો યોજી હતી અને ગૃહ 96 કલાકના નિર્ધારિત સમયની સામે 21 કલાક 14 મિનિટ કામ કર્યું હતું. વિપક્ષ દ્વારા કરાયેલા વિક્ષેપને કારણે લોકસભામાં 74 કલાક 46 મિનિટનો સમય વ્યય થયો હતો. અને આ સત્ર દરમિયાન ગૃહનુ કામકાજ 22 ટકા રહ્યુ. વર્તમાન સત્તરમી લોકસભાનું છઠ્ઠું સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતુ. જે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું. જોકે, ગૃહની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી.

20 બિલ પાસ થયા સત્ર દરમિયાન 13 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 20 બિલ પસાર કરવામાં આવ્યા. પસાર થયેલા કેટલાક મહત્વના ખરડાઓમાં બંધારણ (127 બંધારણીય સુધારો) બિલ, 2021, નાદારી અને નાદારી કોડ (સુધારો) બિલ, 2021 અને વર્ષ 2017-18 અને 2020-21 માટેની પૂરક માંગણીઓ સંબંધિત એપ્રોપ્રિએશન બિલ છે.

નવા મકાન આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ હતુ કે, નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આગામી વર્ષ સુધીમાં નવું સંસદ ભવન તૈયાર થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">