ચાર ધામના દર્શન કરાવશે રામાયણ સર્કિટ રેલ યાત્રા, મળશે આ સુવિધાઓ

અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેનમાં થર્ડ એસી ક્લાસ કોચ હશે, જેમાં કુલ 600 મુસાફરોને શુદ્ધ શાકાહારી ભોજન સાથે પ્રવાસનો આનંદ માણવાની સુવિધા મળશે. તેમણે જણાવ્યું કે એક વ્યક્તિના રોકાણ માટેના પેકેજની કિંમત 84 હજાર રૂપિયા છે,

ચાર ધામના દર્શન કરાવશે રામાયણ સર્કિટ રેલ યાત્રા, મળશે આ સુવિધાઓ
Ramayana Circuit Rail Yatra Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 5:55 PM

ભારત ગૌરવ ટ્રેન આધારિત રામાયણ સર્કિટ રેલ યાત્રાના (Ramayana Circuit Rail Yatra) સફળ સંચાલન બાદ પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને ફરી એકવાર બીજી રામાયણ સર્કિટ રેલ યાત્રા 24 ઓગસ્ટથી શરૂ થશે. IRCTCના ચીફ રિજનલ મેનેજર અજીત કુમાર સિન્હાએ શનિવારે આ જાણકારી આપી. સિન્હાએ જણાવ્યું કે રામાયણ સર્કિટ રેલ યાત્રા દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને આ યાત્રા 19 રાત અને 20 દિવસમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે પહેલાની જેમ આ ટ્રેન અયોધ્યા, સીતામઢી, જનકપુર, બક્સર, કાશી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલમ જેવા ભગવાન રામ સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લેશે.

જાણો અલગ અલગ પેકેજ વિશે

અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેનમાં થર્ડ એસી ક્લાસ કોચ હશે, જેમાં કુલ 600 મુસાફરોને શુદ્ધ શાકાહારી ભોજન સાથે પ્રવાસનો આનંદ માણવાની સુવિધા મળશે. તેમણે જણાવ્યું કે એક વ્યક્તિના રોકાણ માટેના પેકેજની કિંમત 84 હજાર રૂપિયા છે, જ્યારે બે/ત્રણ લોકો સાથે રહેવા માટે પેકેજની કિંમત વ્યક્તિ દીઠ 73,500 રૂપિયા છે. સિંહાએ કહ્યું કે એક બાળક માટેના પેકેજની કિંમત 67,200 રૂપિયા હશે. તેમણે જણાવ્યું કે આ પ્રવાસમાં પહેલા 100 મુસાફરના બુકિંગ પર IRCTC દ્વારા 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

મુસાફરીમાં મળશે સુવિધાઓ મળશે

તેમણે કહ્યું કે પેકેજ EMI પર પણ બુક કરી શકાય છે. તેમણે કહ્યું કે સરકારી કર્મચારીઓને તેમની યોગ્યતા મુજબ આ પ્રવાસમાં LTCનો લાભ લેવાની સુવિધા મળશે. સિન્હાએ કહ્યું કે આ પેકેજમાં મુસાફરી દરમિયાન નાસ્તો, લંચ અને ડિનર, શાકાહારી ખોરાક, બસ દ્વારા સ્થાનિક મુસાફરી અને રાત્રિ રોકાણ દરમિયાન હોટલોમાં રહેવાની વ્યવસ્થા, આરામ વર્ગ અને શ્રેષ્ઠ વર્ગના રૂમ પણ ઉપલબ્ધ હશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ મુસાફરીનો લાભ લેવા માટે પેસેન્જરે IRCTC દ્વારા બુકિંગ કરાવવું પડશે. તમામ મુસાફરોને સુવિધા આપવામાં આવશે. આ પ્રવાસની સંપૂર્ણ વિગતો IRCTC પર ઉપલબ્ધ થશે. આ યાત્રા 24 ઓગસ્ટ 2022થી શરૂ થઈ રહી છે. જે પ્રવાસીઓ આ પ્રવાસ માટે બુકિંગ કરાવવા માગે છે, તેમની પાસે હજુ ઘણો સમય છે. તમે 24 ઓગસ્ટ પહેલા તમારી સીટ બુક કરાવી શકો છો.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">