રામમંદિર ટ્રસ્ટે PMO અને RSS ને મોકલ્યો રીપોર્ટ, જાણો જમીન કૌભાંડના આરોપો અંગે શું કહ્યું

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) ને જમીન વેચનારા સંપત્તિ વેપારી સુલતાન અંસારીએ કહ્યું છે કે જમીન ખરીદીમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે.

રામમંદિર ટ્રસ્ટે PMO અને RSS ને મોકલ્યો રીપોર્ટ, જાણો જમીન કૌભાંડના આરોપો અંગે શું કહ્યું
FILE PHOTO

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) એ અયોધ્યા જમીન ખરીદી વિવાદ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શીર્ષ નેતૃત્વને પોતાનો રીપોર્ટ મોકલ્યો છે. આ રીપોર્ટમાં જમીન ખરીદીમાં થયેલા કૌભાંડના સંદર્ભમાં લગાવવામાં આવતા આક્ષેપોને રાજકીય કાવતરું ગણાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને સપાના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવ્યું હતું કે આ જમીન પ્રથમ બે કરોડમાં વેચાઇ હતી, તેના દસ મિનિટ પછી ટ્રસ્ટની નોંધણી 18 કરોડમાં થઈ હતી.

જમીન ખરીદીમાં તમામ નિયમોનું પાલન
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એક દિવસ અગાઉ આ મામલો રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા સમક્ષ વિગતવાર રજૂ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા તેના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જમીનની ખરીદીમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની અનિયમિતતા રહી નથી. રાજકીય કારણોસર કેટલાક લોકો જમીન ખરીદી દ્વારા ટ્રસ્ટ સાથે વિવાદને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

વર્તમાન કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ખરીદી
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) દ્વારા વડાપ્રધાન કાર્યાલય (PMO) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને જણાવવામાં આવ્યું છે કે જે જમીન લેવામાં આવી છે તે મુખ્ય સ્થાન પર છે અને જમીનની કિંમત ચોરસ ફૂટ દીઠ 1423 રૂપિયા છે. આ ભાવ આસપાસના વિસ્તારમાં જમીનની વર્તમાન કિંમત કરતા ઘણી ઓછી છે. બધી ચૂકવણી સીધી ખાતામાં કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્બારા આ અંગે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી છે.

તમામ આક્ષેપો પાયાવિહોણા : જમીન વેચનાર અંસારી
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) ને જમીન વેચનારા સંપત્તિ વેપારી સુલતાન અંસારીએ કહ્યું છે કે જમીન ખરીદીમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે.

સુલતાન અંસારીએ કહ્યું કે આ જમીન માટેનો સોદો દસ મિનિટમાં કરવામાં આવ્યો નથી. આ જમીન માટે પ્રથમ કરાર વર્ષ 2011 માં કરવામાં આવ્યો હતો. મારા પિતા અને હરીશકુમાર પાઠક તે સમયે કરારમાં હતા. ત્યારબાદ ચાર વખત કરારનું રીન્યુ કરવામાં આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati