ઇમરાન ખાન પર રામ ગોપાલ વર્માનો ઍટૅક, ટ્વિટર પર ધારદાર સવાલો સાથે લઈ નાખી ખબર, ‘વાતચીતથી સમસ્યાઓ ઉકેલાઈ જાત, તો આપે 3-3 લગ્ન કેમ કરવા પડ્યા ?’

ઇમરાન ખાન પર રામ ગોપાલ વર્માનો ઍટૅક, ટ્વિટર પર ધારદાર સવાલો સાથે લઈ નાખી ખબર, ‘વાતચીતથી સમસ્યાઓ ઉકેલાઈ જાત, તો આપે 3-3 લગ્ન કેમ કરવા પડ્યા ?’

પુલવામા આતંકી હુમલા પર ભારતીય ફિલ્મ જગતના અનેક સિતારાઓ પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હવે તેમાં રામ ગોપાલ વર્મા પણ જોડાઈ ગયા છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પુલવામા આતંકી હુમલા બાદ આપેલી પ્રથમ પ્રતિક્રિયા સામે પ્રત્યાઘાત આપતા ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (RGV) પોતાની જાતને રોકી ન શક્યાં અને તેણે ઇમરાન ખાનની સોશિયલ મીડિયા પર ખબર લઈ નાખી.

રામ ગોપાલ વર્માએ એક પછી એક એવા TWEET કર્યા કે ઇમરાન ખાનની આબરૂના ધજાગરા ઉડાવી દીધા. ઇમરાને વાતચીતથી મસલો હલ કરવાની કહેલી સુફિયાણી વાત પર વર્માએ સીધો જ સવાલ કર્યો કે જો વાતચીતથી જ બાબતો ઉકેલાઈ જતી હોત, તો તમારે ત્રણ-ત્રણ વખત લગ્ન કેમ કરવા પડ્યા હોત.

આવો જોઇએ રામ ગોપાલ વર્માએ ઇમરાન ખાન પર કરેલી ટ્વિટર વાર.

‘જો વાતચીતથી સમસ્યાઓ હલ થઈ જતી હોત, તો આપે 3 લગ્નો કરવાની જરૂર ન પડી હોત.’

‘શું આપ મૂર્ખ ભારતીયોને આ વાતનું શિક્ષણ આપી શકો છો કે તે વ્યક્તિથી કેવી રીતે શિક્ષિત કરવું છે કે જે એક ટન RDX લઈને આપની ઉપર વિસ્ફોટ કરવા જઈ રહી હોય અને હા, અમે ભારતીય આપને તેના માટે ટ્યૂશન ફીસ પણ આપીશું ટીચર.’

‘જો અમેરિકાને આ જાણ થઈ જાય છે કે આપના દેશમાં કોણ (ઓસામા) રહી રહ્યો છે અને આપને આ જાણ નથી થતી કે આપના દેશમાં કોણ રહી રહ્યો છે, તો શું સાચે જ આપનો દેશ એક દેશ છે ? હું એક મૂર્ખ ભારતીય આ આપની પાસે જાણવા માંગુ છું. પ્લીઝ, પ્લીઝ, અમને જ્ઞાન આપો ઇમરાન સર..’

‘મને કોઈએ નથી બતાવ્યું કે જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા, તાલિબાન અને અલકાયદા આપના પ્લે સ્ટેશન નથી… પણ મેં ક્યારેય આ નથી સાંભળ્યું કે આપ આ વાતથી ઇનકાર નથી કરતા કે આપ તેમને પ્રેમ નથી કરતા ઇમરાન સર.’

‘મેં સાંભળ્યું છે કે જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા, તાલિબાન અને અલકાયદા આપની બૉલ્સ છે કે જે આપ પાકિસ્તાની સરહદોથી બહાર ભારતીય પૅવેલિયનમાં મારતા રહો છો. કૃપયા બતાવો કે શું આપને લાગે છે કે આ બૉલ બૉંબ છે સર ? અમને શિક્ષિત કરો સર કૃપયા.’

[yop_poll id=1682]

Click on your DTH Provider to Add TV9 Gujarati