Rakshabandhan 2021 પર સરકાર તરફથી ‘ભેટ’, જાણો ક્યાં રાજ્યએ બહેનોને આપી આ ખાસ સુવિધા

21 ઓગસ્ટની મધ્યરાત્રિથી 22 ઓગસ્ટની 12 રાત્રી સુધી પરિવહન નિગમના તમામ વર્ગોમાં રક્ષાબંધન પ્રસંગે મહિલાઓ અને બહેનો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

Rakshabandhan 2021 પર સરકાર તરફથી 'ભેટ', જાણો ક્યાં રાજ્યએ બહેનોને આપી આ ખાસ સુવિધા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 6:55 AM

Rakshabandhan 2021: રક્ષાબંધન પ્રસંગે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની સરકારે બહેનોને તેમના ભાઈઓ સુધી મફતમાં પહોચાડવાનો નિર્ણય લીધો છે. એટલે તે મફતમાં મુસાફરી કરવાની સુવિધા આપી રહી છે. હકીકતમાં, ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધનના પ્રસંગે, મહિલાઓ 22 ઓગસ્ટના રોજ રોડવેઝ બસોમાં મફત મુસાફરી કરી શકશે (Free Bus Service). સરકારે ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (રોડવેઝ) ની બસોની તમામ કેટેગરીમાં મફત મુસાફરીની ભેટ આપી છે.

આ અંતર્ગત મહિલાઓ 21 ઓગસ્ટના બપોરે 12 થી 22 ઓગસ્ટના બપોરે 12 વાગ્યા સુધી રોડવેઝ બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આ સુવિધા આપવામાં આવી રહી છે.

મહિલા મુસાફરો પાસેથી નહીં લેવામાં આવે ભાડું ઉત્તરપ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ધીરજ સાહુની સૂચનાઓ પર, અધિક મેનેજિંગ ડિરેક્ટર સરનીત કૌર બ્રોકાએ રક્ષાબંધન પ્રસંગે મહિલાઓ અને બહેનો માટે મફત મુસાફરી માટે રાજ્યના તમામ પ્રાદેશિક મેનેજરો, સર્વિસ મેનેજર, સહાયક પ્રાદેશિક મેનેજરોને સૂચનાઓ મોકલી છે. .

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

21 ઓગસ્ટની મધ્યરાત્રિથી 22 ઓગસ્ટની 12 રાત્રી સુધી પરિવહન નિગમના તમામ વર્ગોમાં રક્ષાબંધન પ્રસંગે મહિલાઓ અને બહેનો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ સમય દરમિયાન મહિલા મુસાફરો પાસેથી ભાડું લેવામાં આવશે નહીં.

બસોના સંચાલન માટે રૂટ પ્લાન તૈયાર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વહીવટીતંત્રે લખનૌની આસપાસના જિલ્લાઓ માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે. જ્યાં મોટાભાગની મહિલાઓ અને બહેનો રક્ષાબંધનના તહેવાર પર રાખી બાંધવા જાય છે. સી એમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ની સૂચના હેઠળ, પરિવહન નિગમ વહીવટીતંત્રનો પ્રયાસ છે કે રક્ષાબંધનના તહેવાર પર મહિલાઓને સરળતાથી મુકામ સુધી પહોંચાડવામાં આવે.

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લાંબા અંતરની સેવાઓ તેમજ લખનૌથી ચાલતી જિલ્લા સેવાઓને વધુ પ્રાધાન્ય આપશે. જેથી આજુબાજુના જિલ્લાઓમાં જતી મહિલા મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

જેણે એડ્વાન્સ બુકિંગ કર્યું તેનું શું ? જે મહિલાઓએ રક્ષાબંધનના દિવસે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. રોડવેઝ એડમિનિસ્ટ્રેશન આગામી ત્રણ દિવસમાં એટલે કે 72 કલાકની અંદર તેમની ટિકિટના પૈસા ખાતામાં મોકલશે. મહિલાઓની સરળ અને સલામત મુસાફરી દરમિયાન કોવિડ -19 ના દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. દરેક બસમાં સીટની ક્ષમતા પ્રમાણે મુસાફરોને બેસાડવામાં આવશે.

વધુ મુસાફરોના કિસ્સામાં વધારાની બસો ઝડપી ગતિએ ચલાવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે સામાન્ય મુસાફર અને મહિલા પેસેન્જર બંને બસમાં મુસાફરી કરશે. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન (ETM) ની પૂરતી જોગવાઈ ઉપલબ્ધ નથી. તેથી, મફત મુસાફરી માટે તમામ બસોમાં મેન્યુઅલ ટિકિટ બનાવવામાં આવશે. જેની એન્ટ્રી રૂટ શીટમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 21 ઓગસ્ટ: આજે કામકાજ માટે અન્ય પર આધાર રાખવાને બદલે જાતે જ કાર્યોને સંભાળવાનો કરો પ્રયાસ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 21 ઓગસ્ટ: પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનું થાય, અંગત બાબતો જાહેર ન થાય તેનું રાખો ધ્યાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">