રાકેશ ટીકૈતે આપી સરકારને ચેતવણી, ખેડૂત આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે

રાકેશ ટીકૈતે આપી સરકારને ચેતવણી, ખેડૂત આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે

ભારતીય કિસાન યુનિયનના નેતા Rakesh Tikait એ  શુક્રવારે કહ્યું હતું કે દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોનું આંદોલન  અનિશ્ચિત સમય માટે ચાલશે. હાલ આ પ્રદર્શનને રોકવા માટે કોઈ વિશેષ યોજના નથી.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 12, 2021 | 4:46 PM

ભારતીય કિસાન યુનિયનના નેતા Rakesh Tikait એ  શુક્રવારે કહ્યું હતું કે દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોનું આંદોલન  અનિશ્ચિત સમય માટે ચાલશે. હાલ આ પ્રદર્શનને રોકવા માટે કોઈ વિશેષ યોજના નથી. ન્યૂઝ એજન્સી સાથેની વાત કરતા Rakesh Tikait એ  કહ્યું હાલમાં આંદોલનને વિરામ આપવાની કોઈ યોજના નથી તે ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.

તેમણે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ના નેતા ગુરનમસિંહ ચધુનીના નિવેદનના જવાબમાં કહ્યું કે, ખેડૂતોનો વિરોધ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર ત્રણ નવા કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય અને ઓક્ટોબર સુધી તે ચાલુ રાખી શકે છે.

રાકેશ ટીકૈતે કહ્યું કે દર વર્ષે 2 ઓક્ટોબરે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો વિરોધ કરે છે. તેમણે કહ્યું, “2 ઓક્ટોબર, 2018 ના રોજ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો પર અશ્રુ ગેસના શેલ અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે અમે ગાઝીપુર બોર્ડર પર એક કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે તે કરીશું.

ખેડુતોના મુદ્દા પર સંસદમાં થયેલી ચર્ચા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે, ટિકૈતે કહ્યું કે તે સારું છે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઇએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ખરેખર તે ચર્ચાનો વિષય હોવો જોઇએ કે દેશના ખેડુતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.તેમણે કહ્યું કે દેશભરના ખેડુતો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. તેની પાછળનું કોઈ કારણ ચોક્કસ છે .જો કૃષિ કાયદા ખેડુતો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેમને પાછા ખેંચવામાં શું વાંધો છે.

તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સરકારની હમ દો અને હમારા દો અંગેની ટીકા સાથે સંમત થયા હતા. તેમનું એમ પણ માનવું છે કે વાસ્તવિકતામાં લાગે છે કે દેશમાં ફક્ત ચાર લોકો જ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરથી રાષ્ટ્રીય રાજધાનીની તમામ સરહદો પર કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. દરમિયાન, આંદોલનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમજ, સરકાર દ્વારા ખેડૂતો દ્વારા યોજાયેલી અનેક રાઉન્ડની વાટાઘાટોમાં કોઈ નક્કર સમાધાન મળ્યું નથી. આ તમામ ખેડૂત સરકાર આ ત્રણેય કૃષિ કાયદાને પાછી ખેંચી લે માટે મક્કમતાથી આંદોલન કરી રહ્યાં છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati