ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અંગે રાકેશ ટિકૈતે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું BJP વિશે

રાકેશ ટિકૈતે કહ્યું, "રાજ્ય સરકાર વળતર આપવામાં ભેદભાવ કરી રહી છે. તેણે લખીમપુર ખેરી અને કાનપુરમાં 40-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે, જ્યારે આગ્રામાં સરકારે 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અંગે રાકેશ ટિકૈતે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું BJP વિશે
Rakesh Tikait said that Sanyukt Kisan Morcha will oppose BJP in Uttar Pradesh assembly elections 2022

UTTAR PRADESH : ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ સોમવારે ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કસ્ટડીમાં કથિત રીતે માર્યા ગયેલા અરુણ નરવારના સગાને મળ્યા હતા અને તેમના પરિવારને 40 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની માંગ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh assembly elections 2022)માં સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha) ભાજપ (BJP) નો વિરોધ કરશે.

નરવરના પરિવારના સભ્યોને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રાકેશ ટિકૈતે કહ્યું, “રાજ્ય સરકાર વળતર આપવામાં ભેદભાવ કરી રહી છે. તેણે લખીમપુર ખેરી અને કાનપુરમાં 40-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે, જ્યારે આગ્રામાં સરકારે 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. રાજ્ય સરકારે અરુણના પરિવારને પણ 40 લાખ રૂપિયાનું વળતર પણ આપવું જોઈએ. સરકારે ભેદભાવ ન કરવો જોઇએ.”

કસ્ટડીમાં થયું મૃત્યુ
તેઓએ અરુણના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને તેના મૃત્યુની ન્યાયિક તપાસની પણ માંગ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ અરુણ પર જગદીશપુરા પોલીસ સ્ટેશનના કારખાનામાંથી 25 લાખ રૂપિયાની ચોરી કરવાનો આરોપ હતો. 19 ઓક્ટોબરે પૂછપરછ દરમિયાન તેણે પૈસાની ચોરીની પણ કબૂલાત કરી હતી. તેની પાસેથી 15 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. પરંતુ રિકવરી દરમિયાન તેમની તબિયત લથડી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરશે
કૃષિ કાયદાઓને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાકેશ ટિકૈતે કહ્યું હતું, “હું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને ભાજપને મત ન આપવા વિનંતી કરીશ. સંયુક્ત કિસાન મોરચો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરશે.” તેમણે કહ્યું કે તેઓ ન તો પોતાનો ઉમેદવાર ઉભા કરશે અને ન તો કોઈ પાર્ટીને સમર્થન આપશે.

તેમણે કહ્યું કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે તેમનું આંદોલન જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી ચાલુ રહેશે અને તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરવા પણ તૈયાર છીએ.

આ પણ વાંચો : PM MODIએ રેલ્વે યાત્રીઓને આપી ભેટ, માત્ર 85 રૂપિયામાં મુસાફરોને મળશે આ સુવિધાનો લાભ

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરના ઘર અંગે આપ્યું આ નિવેદન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati