દિલ્હીના નવા પોલીસ કમિશ્નર હશે રાકેશ અસ્થાના, 1984 બેચના ગુજરાત કેડરના છે IPS અધિકારી

BSFના મહાનિર્દેશક રાકેશ અસ્થાના (Rakesh Asthana)ને દિલ્હી પોલીસના નવા કમિશ્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારીને દિલ્હી પોલીસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેનો આદેશ પણ આપવામાં આવી ચૂક્યો છે.

દિલ્હીના નવા પોલીસ કમિશ્નર હશે રાકેશ અસ્થાના, 1984 બેચના ગુજરાત કેડરના છે IPS અધિકારી
Rakesh Asthana- File Image

BSFના મહાનિર્દેશક રાકેશ અસ્થાના (Rakesh Asthana)ને દિલ્હી પોલીસના નવા કમિશ્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારીને દિલ્હી પોલીસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેનો આદેશ પણ આપવામાં આવી ચૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના કમિશ્નર બનાવવામાં આવે છે. તેમની નિમણુંકની સાથે ખાલી પડેલા BSFના DGનું પદ હરિયાણા કેડરના 1984 બેચના IPS અધિકારી એસ.એસ.દેસવાલની પાસે રહેશે.

 

 

રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે, જે હાલમાં બીએસએફના ડીજી અને એનસીબીના ચીફ છે. તેમને હવે દિલ્હી પોલીસના નવા કમિશ્નર બનાવવામાં આવ્યા છે. રાકેશ અસ્થાના તે અધિકારી છે, જેમની હેઠળ સુશાંતસિંહ, રિયા ચક્રવર્તી ડ્ર્ગ્સ કનેક્શન કેસમાં 2 FIR દાખલ કરવામાં આવી હતી. તે પહેલા રાકેશ અસ્થાના સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે અને સુરત કમિશ્નર હતા તે વખતે આસારામ સંત મામલે એક મહત્વપૂર્ણ તપાસ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેમના તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

 

ઘણા મોટા કેસને કર્યા લીડ

રાકેશ અસ્થાનાએ બીએસએફમાં રહીને ઘણા મોટા ઓપરેશનને લીડ કર્યા છે. તે સિવાય દિલ્હી મુંબઈ અને દેશના ઘણા રાજ્યોમાં NCBની કમાન સંભાળીને ઘણા મોટા ઓપરેશન પાર પાડ્યા છે. હાલમાં જ સીબીઆઈ ડિરેક્ટરના નામ પર પણ રાકેશ અસ્થાનાની ચર્ચા હતા. ખાસ વાત એ છે કે એસ.એસ. જોગ અને અજયરાજ શર્મા પછી રાકેશ અસ્થાના ત્રીજા પોલીસ કમિશ્નર છે, જે યૂટી કેડરની બહારના અધિકારી છે.

 

આ પણ વાંચો: BHAVNAGAR : ત્રણ વર્ષ પૂર્વે થયેલા હત્યા કેસમાં કોર્ટે સાત આરોપીને આજીવન કેદની સજા ફટકારી

 

આ પણ વાંચો: GANDHINAGAR : મહિલાઓ માટે રાજ્ય સરકારનો ખાસ કાર્યક્રમ, 1 લાખ સખી મંડળને અંદાજે 50 કરોડનું ધિરાણ અપાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati