Rajya Sabha Elections: રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા આ 41 ઉમેદવાર, ચિદમ્બરમ-કપિલ સિબ્બલ અને મીસા ભારતી પણ સામેલ

બિનહરીફ ચૂંટાયેલા 41 ઉમેદવારોમાંથી ભાજપના 14, કોંગ્રેસ અને YSR કોંગ્રેસના ચાર-ચાર, દ્રવિડ મુનેત્ર કઝગમ અને બીજુ જનતા દળના ત્રણ-ત્રણ, આ મ આદમી પાર્ટી, આરજેડી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, AIADMK, JMM, બે-બે ઉમેદવારો છે.

Rajya Sabha Elections: રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા આ 41 ઉમેદવાર, ચિદમ્બરમ-કપિલ સિબ્બલ અને મીસા ભારતી પણ સામેલ
Rajya sabhaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 9:37 AM

રાજ્યસભા (Rajya Sabha Elections) માટે શુક્રવારે બિનહરીફ ચૂંટાયેલા 41 ઉમેદવારોમાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ અને રાજીવ શુક્લા, ભાજપના સુમિત્રા વાલ્મિકી અને કવિતા પાટીદાર, કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલ, રાષ્ટ્રીય જનતા દળના મીસા ભારતી અને રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી સામેલ છે. ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) તમામ 11, તમિલનાડુમાં 6, બિહારમાં 5, આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશ અને ઓડિશામાં 3-3, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા અને ઝારખંડમાં 2-2 અને ઉત્તરાખંડમાં 1 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

બિનહરીફ ચૂંટાયેલા 41 ઉમેદવારોમાંથી ભાજપના 14, કોંગ્રેસ અને YSR કોંગ્રેસના ચાર-ચાર, દ્રવિડ મુનેત્ર કઝગમ અને બીજુ જનતા દળના ત્રણ-ત્રણ, આ મ આદમી પાર્ટી, આરજેડી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, AIADMK, JMM, બે-બે ઉમેદવારો છે. JD(U), SP અને RLD એક-એક નેતા અને અપક્ષ કપિલ સિબ્બલ. 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો ભરવા માટે 10મી જૂને ચૂંટણી યોજાવાની હતી, જે જૂન અને ઑગસ્ટ વચ્ચે અલગ-અલગ તારીખે સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડશે. શુક્રવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.

આ બેઠકો માટે જૂનમાં ચૂંટણી યોજાશે

હવે મહારાષ્ટ્રમાં છ, રાજસ્થાન અને કર્ણાટકમાં ચાર-ચાર અને હરિયાણામાં બે બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં જાહેર કરાયેલા 11 ચૂંટાયેલા ઉમેદવારોમાંથી 8 ભાજપના અને એક-એક સમાજવાદી પાર્ટી અને આરએલડીના છે. રાજ્યના વિજેતા નેતાઓમાં જયંત ચૌધરી (RLD), જાવેદ અલી ખાન (SP), દર્શન સિંહ, બાબુ રામ નિષાદ, મિથિલેશ કુમાર, રાધા મોહન દલ અગ્રવાલ, કે. લક્ષ્મણ, લક્ષ્મીકાંત બાજપાઈ, સુરેન્દ્ર સિંહ નાગર, સંગીતા યાદવ (તમામ ભાજપ)નો સમાવેશ થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શાસક ડીએમકેના એસ કલ્યાણસુંદરમ, આર ગિરિરાજન અને કેઆરએન રાજેશ કુમાર, એઆઈએડીએમકેના સીવી ષણમુગમ અને આર ધરમાર અને કોંગ્રેસના ચિદમ્બરમ તમિલનાડુમાંથી જીત્યા છે. ઉપલા ગૃહમાં DMKની વર્તમાન સંખ્યા 10 યથાવત રહેશે, પરંતુ AIADMKનું પ્રતિનિધિત્વ પાંચ સભ્યોમાંથી ઘટાડીને ચાર કરવામાં આવશે. ચિદમ્બરમ બિનહરીફ ચૂંટાયાની સાથે કોંગ્રેસ પાર્ટી પાસે લાંબા સમય બાદ તમિલનાડુમાંથી રાજ્યસભામાં સભ્ય હશે. ચિદમ્બરમ 2016માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે.

બિહારના તમામ પાંચ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં મીસા ભારતી અને ફયાઝ અહેમદ (RJD), સતીશ ચંદ્ર દુબે અને શંભુ શરણ પટેલ (BJP) અને ખીરુ મહતો (JDU)નો સમાવેશ થાય છે. આરજેડી વડા લાલુ પ્રસાદની મોટી પુત્રી ભારતી અને દુબે સતત બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. વી વિજયસાઈ રેડ્ડી, બિડા મસ્તાન રાવ, આર ક્રિષ્નૈયા અને આંધ્ર પ્રદેશમાંથી શાસક YSR કોંગ્રેસના એસ નિરંજન રેડ્ડી પણ બિનહરીફ ચૂંટાયા હતા. આ જીત સાથે YSRCની સંખ્યા રાજ્યસભામાં હવે વધીને નવ થઈ ગઈ છે, રાજ્યની 11 રાજ્યસભા બેઠકોમાંથી, તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને ભાજપ પાસે એક-એક બેઠક છે. વિજયસાઈ સતત બીજી વખત ચૂંટાયા છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">