કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી, સરકારના નિશાને ગાંધી પરિવારના 3 ટ્રસ્ટ, MHAએ તપાસ માટે કમિટી બનાવી

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિગને લઈ સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય તરફથી એક કમિટી બનાવવામાં આવશે. જે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેના દ્વારા કરેલા ઉલ્લંઘનોની તપાસ કરશે. આ કમિટીની આગેવાની સિમાંચલ દાસ, સ્પેશિયલ ડાયરેક્ટર (ED) કરશે. MHA sets up inter-ministerial committee to coordinate investigations into violation of various […]

કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી, સરકારના નિશાને ગાંધી પરિવારના 3 ટ્રસ્ટ, MHAએ તપાસ માટે કમિટી બનાવી
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 5:40 PM

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિગને લઈ સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય તરફથી એક કમિટી બનાવવામાં આવશે. જે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેના દ્વારા કરેલા ઉલ્લંઘનોની તપાસ કરશે. આ કમિટીની આગેવાની સિમાંચલ દાસ, સ્પેશિયલ ડાયરેક્ટર (ED) કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક અંતર-મંત્રાલય કમિટીનું ગઠન કર્યુ છે. જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્ર્સ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે. આ તપાસમાં PMLA એકટ, ઈન્કમટેક્સ એક્ટ, FCRA એક્ટના નિયમોના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે. કમેટીની આગેવાની ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે સમગ્ર મામલો?

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો શરૂ કર્યો ત્યારે ભાજપે કોંગ્રેસને ઘેરી લીધી. ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફંડિંગ મળતું હતું. તે સિવાય દેશ માટે જે પ્રધાનમંત્રી રાહત ફંડ બનાવવામાં આવ્યું હતું. તેનાથી UPA સરકારે પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતા. ભાજપનો આરોપ હતો કે 2005-08 સુધી PMNRF તરફથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રકમ મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે જવાબમાં કોંગ્રેસે તમામ આરોપોને નકારી દીધા હતા અને કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનું ફાઉન્ડેશન છે અને તેનું કામ સેવા માટે કરવામાં આવે છે. કોંગ્રેસે કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને વર્ષ 2005-06માં PMNRFથી 20 લાખ રૂપિયાની સામાન્ય રકમ મળી હતી, જેનો ઉપયોગ અંદમાન અને નિકોબાર દ્વીપમાં રાહત કાર્યોમાં ખર્ચ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">