Rains in Bengal: કોલકાત્તાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 13 વર્ષ પછી રેકોર્ડબ્રેક વરસાદ, બંધ તૂટવાને કારણે હજારો લોકો પ્રભાવિત

Monsoon 2021: પશ્ચિમ બંગાળમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બે મોસમી ચક્રવાતની સ્થિતિ સર્જાઈ રહી છે.

Rains in Bengal: કોલકાત્તાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 13 વર્ષ પછી રેકોર્ડબ્રેક વરસાદ, બંધ તૂટવાને કારણે હજારો લોકો પ્રભાવિત
rains in bengal water logging in many areas of kolkata due to heavy rains record rain after 13 years dam broken in-east midnapore thousands affected
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 1:56 PM

Rains in Bengal:બંગાળમાં વરસાદથી અત્યારે રાહત મળતી જણાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બે મોસમી ચક્રવાતની સ્થિતિ દેખાઈ રહી છે. જેના કારણે આગામી 24 કલાક વરસાદની સંભાવના છે.

બીજી બાજુ, બે દિવસથી સતત વરસાદ (Rain)ના કારણે હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાઓમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 13 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ (Rain)થયો છે. આ સાથે જ પૂર્વ મિદનાપુરમાં બંધ તૂટી જવાના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. તેમને રાહત શિબિરમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ રાહત માટે મોકલવામાં આવી છે.

હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર, કોલકાતામાં સોમવારે એટલો વરસાદ પડ્યો હતો કે છેલ્લા 13 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં થયો ન હતો. સોમવારે વહેલી સવારે મહાનગર અને આજુબાજુના જિલ્લાઓમાં શરૂ થયેલા વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પરિવહન સેવાઓ ખોરવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા

કોલકાતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેમાં ટેલીગંજ સર્ક્યુલર રોડ, તરતાલા, ભવાનીપુર, મિન્ટો પાર્ક, કેમક સ્ટ્રીટ, થંથાનિયા, કોલેજ સ્ટ્રીટ, સેક્ટર -5, ચિનાર પાર્ક, કાકુડાગાચી, કૈખાલી, ગોલ્ફ ગ્રીનનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે પણ દક્ષિણ બંગાળ (South Bengal)ના તમામ જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. અલીપોર હવામાન વિભાગે(Meteorological Department)હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.  મંગળવારે હાવડા, હુગલી, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પૂર્વ અને પશ્ચિમ બર્દવાનમાં વરસાદની સંભાવના છે. પશ્ચિમના જિલ્લાઓમાં આજે વરસાદ વધશે. એટલે કે, બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ, પશ્ચિમ મિદનાપુરમાં વરસાદ પડશે. દક્ષિણ 24 પરગણામાં પણ વરસાદની સંભાવના છે.

પતાશપુરમાં બંધ તૂટવાના કારણે હજારો પરિવારો પ્રભાવિત થયા, રેલ સેવા પણ ખોરવાઈ

પૂર્વ મિદનાપુરના ભગવાનપુર અને પોટાશપુર પ્રદેશના મોટા વિસ્તારોમાં નદીના પટ્ટાના બંધ તુટવાને કારણે લગભગ વીસ હજાર પરિવારો પ્રભાવિત થયા છે. લગભગ સિત્તેર હજાર પરિવારો પ્રભાવિત થયા છે. ફરી એક વખત વહીવટીતંત્ર પૂરની સંભાવનાથી ચિંતિત છે. સરકારની સૂચના બાદ NDRF (National Disaster Response Force)ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારમાંથી પીડિતોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં રાહત પણ પહોંચી છે. ભારે વરસાદને કારણે રેલ સેવા પણ ખોરવાઈ ગઈ છે.

કોલકાતામાં આજે સવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું છે. આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જી.કે.દાસે જણાવ્યું હતું કે, ચક્રવાતી પરિભ્રમણની ઝડપ અને ઉત્તર પશ્ચિમ બંગાળ (West Bengal)ની ખાડીથી ગંગાના પશ્ચિમ બંગાળ સુધી, કોલકાતા અને આજુબાજુના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને પૂર્વ મિદનાપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : Rajasthan Politics: પંજાબ પછી હવે રાજસ્થાનમાં ફેરબદલની તૈયારીઓ? કોંગ્રેસના નેતા સચિન પાયલટ રાહુલ ગાંધીને મળ્યા અને લાંબી વાતચીત કરી

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">