Railwayનો મોટો નિર્ણય, હવે જનરલ ટીકીટ માટે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં
Railwayના ટીકીટ કાઉન્ટરો પર ભીડ ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે રેલ્વેએ UTS ON MOBILE સુવિધા શરૂ કરવાના આદેશ આપી દીધા છે.
Railwayએ યાત્રીઓની સુવિધા માટે હવે જનરલ ટીકીટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, પરંતુ ટિકિટ કાઉન્ટરોમાં ભીડ છે. આવી સ્થિતિમાં રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ માટે યાત્રીઓની સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલ્વેએ એક મોટો નિર્ણય લીધો છે અને સમાધાન શોધી કાઢ્યું છે.
મોબાઈલ એપ્લીકેશન દ્વારા મળશે જનરલ ટીકીટ ભારતીય રેલ્વેએ એવા વિસ્તારોમાં જ્યાં રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે ત્યાં મોબાઇલ એપ્લિકેશન પર UTS સુવિધા ફરીથી સક્રિય કરવા સૂચના આપી છે. ઝોનલ રેલ્વેને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ઝોનમાં જ્યાં રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે, ત્યાં જનરલ ટિકિટ આપવા માટે મોબાઇલ એપ્લિકેશન સેવા શરૂ કરી શકાય છે. ભારતીય રેલ્વે દ્વારા UTS ON MOBILE એપ્લિકેશન દ્વારા રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ બુક કરવાની સુવિધાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
UTS ON MOBILE – કેવી રીતે કરશો ડાઉનલોડ ? રેલ્વે દ્વારા શરૂ કરવામાં UTS ON MOBILE એપ્લીકેશનને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે. અને આઇફોન યુઝર્સ તેને Apple સ્ટોરથી ડાઉનલોડ કરી મોબાઇલ પર ઇન્સ્ટોલ કરી શકે છે. આ એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે, એટલે કે તેને ડાઉનલોડ કરવા માટે કોઈ ખર્ચ થશે નહીં.
UTS ON MOBILE એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો? UTS ON MOBILE એપ્લીકેશનને મોબાઇલમાં ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે તમારા મોબાઇલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવવું પડશે. પેપરલેસ ટિકિટ બુક કરવા માટે સ્માર્ટફોન જીપીએસ સક્ષમ હોવો જરૂરી છે. એપ્લિકેશનમાં લોગિન કર્યા પછી તમે યાત્રા શરૂ કરવાનું સ્ટેશન અને પછી યાત્રા પૂરી કરવાનું સ્ટેશન દાખલ કરો. ટિકિટ પસંદ કરો અને ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો. તમે એપ્લિકેશન વોલેટ, યુપીઆઈ અથવા ડિજિટલ ચુકવણીની અન્ય રીત દ્વારા પણ ટીકીટની ચૂકવણી કરી શકો છો. ટ્રેન ઉપડવાના એક કલાક પહેલાની અંદર જ બુકિંગ કરવું જરૂરી છે.
મોબાઇલ એપ્લિકેશનમાં જ બતાવી શકાશે ટિકિટ રેલ્વે યાત્રીઓ UTS ON MOBILE મોબાઇલ એપ્લિકેશન દ્વારા પેપરલેસ ટ્રાવેલ ટિકિટ, સીઝન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટ મોબાઇલ એપ્લિકેશનમાં રહેશે. એટલે કે તેને છાપવાની જરૂર રહેશે નહીં. યાત્રીઓ ટિકિટની હાર્ડકોપી વિના મુસાફરી કરી શકે છે. જ્યારે પણ ટિકિટ ચેકર કર્મચારી ટિકિટ માંગે ત્યારે મુસાફરો એપ્લિકેશનમાં ‘શો ટિકિટ’ વિકલ્પનો ઉપયોગ કરીને ટિકિટ બતાવી શકશે