દેશમાં વધતા જતા બાળ યૌન શોષણ કેસને લઇને CBIએ દેશના 14 રાજ્યોમાં પાડ્યા દરોડા

બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન બાળ સુરક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં વધતા જતા બાળ યૌન શોષણ કેસને લઇને CBIએ દેશના 14 રાજ્યોમાં પાડ્યા દરોડા
Symbolic Photo

CBIને 14 નવેમ્બર 2021ના રોજ કુલ 83 આરોપીઓ(The accused) વિરુદ્ધ ઓનલાઈન બાળ જાતીય શોષણ(Child sexual abuse) અને શોષણ સંબંધિત આરોપોમાં 23 અલગ-અલગ ફરિયાદો(Complaints)મળી છે. આ તમામ કેસ દેશના અલગ અલગ રાજ્યોમાંથી મળ્યા હતા. જેથી CBIએ આજે દેશના કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 14 રાજ્યોમાં લગભગ 76 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

સીબીઆઇએ જે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા પાડ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, યુપી, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, એમપી, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

બાળ શોષણ સામે કડક કાર્યવાહીની ખૂબ જરુર છે. જેથી ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં 14થી 20 નવેમ્બર દરમિયાન બાળ સુરક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાષ્ટ્રીય કિશોર આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને બાળ જાતીય શોષણ સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જે બાળકોના જાતીય શોષણના મુદ્દે લોકોને સંવેદનશીલ બનાવી શકે તેમજ બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે.

ભારતમાં બાળ શોષણ વધ્યુ બાળકોનું જાતીય શોષણ ઇન્ટરનેટ પર વૈશ્વિક સમસ્યા બની રહ્યું છે. જેના કારણે બાળકોનું બાળપણ ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. ભારતમાં પણ બાળકો સામેના ગુનાઓ મોટા પાયે વધી રહ્યા છે. આવા ગુનાઓને રોકવા માટે સીબીઆઈએ બે વર્ષ પહેલા અલગ યુનિટની રચના કરી હતી. જે આખા દેશમાં બાળકો પર ઓનલાઈન ચાઈલ્ડ યૌન શોષણ બંધ કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં બાળ જાતીય શોષણની એક પછી એક ધૃણાસ્પદ ઘટનાઓ સામે આવી રહી છે. જે ખરેખર માનવ જાતિ માટે શરમ જનક કૃત્ય ગણી શકાય.

સખત કાયદા છતા વધતા જતા કેસ દેશમાં બાળ શોષણ સામે સખત કાયદા હોવા છતા આવી ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે નોંધ લીધી છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં દરરોજ બાળ જાતીય શોષણના સમાચાર સામે આવે છે. 2016માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર 2014માં બાળકો વિરુદ્ધ અપરાધની 89,423 ઘટનાઓ નોંધાઈ હતી. તો 2015માં 94,172 અને 2016માં 1,06,958 ઘટનાઓ નોંધાઈ હતી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ 2016 માં, બાળકો સાથે સંકળાયેલી 1,06,958 ઘટનાઓમાંથી, POCSO કાયદા હેઠળ 36,022 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4,954 કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં 4,815 અને મધ્ય પ્રદેશમાં 4,717 કેસ નોંધાયા છે. દેશમાં બાળકોના જાતીય શોષણમાં અનેક ગણો વધારો થયો છે. આ સ્થિતિમાં સીબીઆઈનું નવું યુનિટ ગુનેગારો પર લગામ કસશે અને બાળકોને તેમના બાળપણમાં પરત લાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

આ પણ વાંચોઃ Purvanchal Expressway Inauguration: PM મોદી C-130 હર્ક્યુલસ એરક્રાફ્ટથી પહોંચ્યા, થોડીવારમાં કરશે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati